Farmers Protest: સંજય રાઉતે રાકેશ ટિકૈત સાથે કરી મુલાકાત, કહ્યું- અહંકારથી દેશ ચાલતો નથી

સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા છ ફેબ્રુઆરીના દિવસે દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે દિલ્હીની સરહદો પર ઘેરાબંધી કરી લીધી છે. 
 

Farmers Protest: સંજય રાઉતે રાકેશ ટિકૈત સાથે કરી મુલાકાત, કહ્યું- અહંકારથી દેશ ચાલતો નથી

નવી દિલ્હીઃ કિસાન આંદોલન (Kisan Adnolan) દિલ્હીની સરહદો પર ચાલી રહ્યું છે. તેવામાં આજે કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ને મળવા શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut) પહોંચ્યા હતા. મહત્વનું છે કે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ દિલ્હીની સરહદો પર ઘેરાબંધી કરી દેવામાં આવી છે. 

મહત્વનું છે કે શિવસેના નેતા સંજય રાઉત  (Sanjay Raut) ની સાથે પાર્ટી સાંસદ અરવિંદ સાવંત પણ ગાઝીપુર બોર્ડર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે, તેને જે સંદેશ આપવાનો હતો તે આપી દીધો છે. અમે કિસાનોની સાથે રહેશું. સરકારે રાજનીતિ વગર વાતચીત કરવી જોઈએ. અહંકારથી દેશ ચાલતો નથી. મહત્વનું છે કે શિવસેના (Shivsena) ના નેતાઓએ કિસાનોની માંગોનું સમર્થન કર્યુ છે. 

— ANI (@ANI) February 2, 2021

6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં 26 જાન્યુઆરીના દિવસે જે હિંસા જોવા મળી, તેવી નોબત બીજીવાર ન આવે તે માટે પોલીસે ઘણા સ્તરો પર ઘેરાબંધી કરી છે. ટીકરી પોલીસે સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડર પર કાંટાળા તાર અને ખિલ્લાનો ઉપયોગ કર્યો છે. તો સીમેન્ટની દીવાલ પણ રસ્તા પર બનાવી દેવામાં આવી છે. 

6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરશે કિસાન
ઉલ્લેખનીય છે કે રવિવારે કિસાન નેતા સતનામ સિંહ પન્નૂ  (Satnam Singh Pannu) એ ભારત બંધના સંકેત આપ્યા હતા. પન્નૂએ કહ્યુ કે, સોમવારની બેઠકમાં સહમતિ બન્યા બાદ તારીખની જાહેરાત કરવામાં આવશે. હવે કિસાનોએ 6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ત્રણ કલાક સુધી કિસાનો રસ્તા પર ટ્રાફિકને રોકીને રાખશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી હતી, જેની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news