અખિલેશ બોલ્યા- BJPની કોરોના વેક્સિન પર વિશ્વાસ નથી, નહીં કરાવીએ વેક્સિનેશન

શનિવારે એસપી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ, 'હાલ હું રસીકરણ કરાવવાનો નથી. હું ભાજપની વેક્સિન પર કઈ રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી આપીશું.

અખિલેશ બોલ્યા- BJPની કોરોના વેક્સિન પર વિશ્વાસ નથી, નહીં કરાવીએ વેક્સિનેશન

લખનઉઃ કોરોના મહામારીમાં રાજનીતિ કરનાર નેતાઓ ઓછા નહતા પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેને એક અલગ રંજ આપી દીધો છે. શનિવારે તેમણે જાહેરાત કરી કે તે હાલ કોરોનાની વેક્સિન લગાવશે નહીં કારણ કે તેમને વેક્સિન પર વિશ્વાસ નથી. 

શનિવારે એસપી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ, 'હાલ હું રસીકરણ કરાવવાનો નથી. હું ભાજપની વેક્સિન પર કઈ રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી આપીશું. અમે ભાજપની વેક્સિન ન લગાવી શકીએ.'

— ANI UP (@ANINewsUP) January 2, 2021

કેન્દ્ર સરકારે પણ કરી છે ફ્રીમાં રસીકરણની જાહેરાત
શનિવારે કેન્દ્ર તરફથી પણ કોરોના વેક્સિનના રસીકરણ પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાઇ રનનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે, માત્ર દિલ્હી જ નહીં દેશભરમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવશે. 

બધાને નહીં લાગે રસી
પરંતુ તે વાત મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કોરોનાની રસી લાગશે નહીં. સરકાર પહેલા ઘણી તકે કહી ચુકી છે કે બધા ભારતીયોને રસી લગાવવાની જરૂર પડશે નહીં. માત્ર એટલી વસ્તીને રસી લગાવવામાં આવશે જેથી કોરોના પ્રત્યે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ જાય એટલે કે કોરોના સંક્રમણની ચેન તૂટી જાય. હવે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે જેને પણ કોરોનાની વેક્સિન લાગશે તેની પાસે એકપણ પૈસા લેવામાં આવશે. 

રસી કોને લાગશે, તે સરકાર નક્કી કરી રહી છે. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી લગાવવામાં આવશે જેમાં હેલ્થકેર વર્કર, કોરોના વોરિયર, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કે કોઈ અન્ય બીમારીથી પીડિત લોકો હશે. 

પ્રથમ તબક્કામાં આ લોકોને મળશે રસી
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ જોખમ વાળા વ્યક્તિને રસી આપવામાં આવશે. તેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, પહેલાથી કોઈ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને કોરોના વોરિયર સામેલ હશે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું, રસીકરણના પ્રથમ તબક્કામાં દેશભરમાં સર્વોચ્ચ પ્રાથમિકતા વાળા લાભાર્થીઓને ફ્રી વેક્સિન આપવામાં આવશે. તેમાં 1 કરોડ હેલ્થકેર વર્કર અને 2 કરોડ ફ્રંટલાઇન વર્કર પણ સામેલ થશે. બાકી 27 કરોડ લોકોને જુલાઈ સુધી રસી લગાવવાની છે જેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news