ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી

ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી
  • બીજા દિવસની સવારે બોયફ્રેન્ડે તન્વીને ઉઠાડતા તે ઉઠી ન હતી. તેથી પ્રેમી પંકજે તેના પરિવારજનોને જાણ કરી હતી

ચેતન પટેલ/સુરત :સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી oyo હોટલમાં થટી ફર્સ્ટની ઉજવણી કરવા ગયેલી યુવતીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ તેના બોયફ્રેન્ડ સાથે અહીં રાત્રિ રોકાણ કર્યું હતું. જોકે વહેલી સવારે યુવતી નહિ ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ આ બનાવને પગલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ બોયફ્રેન્ડની પૂછપરછ શરૂ કરી છે. 

બનાવની માહિતી એમ છે કે, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં દિલીપભાઈ ભાદાણીનો પરિવાર રહે છે. દિલીપભાઈને સંતાનમાં એક દીકરી તન્વી છે. તન્વી ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. યુવતીએ પ્રેમી સાથે હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. પરંતુ બીજા દિવસની સવારે બોયફ્રેન્ડે તન્વીને ઉઠાડતા તે ઉઠી ન હતી. તેથી પ્રેમી પંકજે તેના પરિવારજનોને જાણ કરી હતી. 

AIMIM સાથે હાથ મિલાવનાર છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું

બેભાન અવસ્થામાં તન્વીને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ભાદાણી પરિવારની એકની એક દીકરીના રહસ્ય મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી, જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news