સાક્ષીએ સંન્યાસ લીધો તો મેં પણ સંન્યાસ લઈ લીધો, મારી ભૂમિકા સમાપ્ત, WFI પર કાર્યવાહી બાદ બોલ્યા બૃજભૂષણ સિંહ

ખેલ મંત્રાલયે ભારતીય રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધુ છે. WFI ચૂંટણીમાં દમદાર જીત પર જશ્ન હજુ પૂરો ન થયો તે પહેલા એક અલગ વિવાદ ઉભો થઈ ગયો. ચૂંટાયેલા સભ્યો પર આરોપ છે કે તેણે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નહીં. સરકારના આ પગલા બાદ બૃજભૂષણ શરણ સિંહે નિવેદન આપ્યું છે. 
 

સાક્ષીએ સંન્યાસ લીધો તો મેં પણ સંન્યાસ લઈ લીધો, મારી ભૂમિકા સમાપ્ત, WFI પર કાર્યવાહી બાદ બોલ્યા બૃજભૂષણ સિંહ

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે રવિવારે એક પત્રકાર પરિષદ યોજી દરેક સવાલોના જવાબ આપ્યા છે. ગોંડામાં રેસલિંગ ચેમ્પિયનશિપ કરાવવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું- દરેક ફેડરેશનના લોકોએ હાથ ઉંચા કરી દીધા કે અમે તેને ન ચલાવી શકીએ. 15-20 વર્ષના બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય તેથી આ ટૂર્નામેન્ટને નંદનીનગરમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ચાર દિવસમાં ટૂર્નામેન્ટ કરાવવાની હતી. દેશના 25ના 25 ફેડરેશને હાથ ઉંચા કરી દીધા અને 31 ડિસેમ્બર સુધી આ ટૂર્નામેન્ટ કરાવવાની હતી. 

સરકારને કર્યો આ આગ્રહ
તેમણે કહ્યું- અમારી પાસે નંદનીનગરમાં અમારૂ સારૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દરેક ફેડરેશને તેના પર પોતાની સહમતિ આપી. હજુ પણ હું સરકારને આગ્રહ કરુ છું કે તે આ ટૂર્નામેન્ટને પોતાની દેખરેખમાં કરાવે. મેં 12 વર્ષમાં કેવું કામ કર્યું તેનું મૂલ્યાંકન મારૂ કામ કરશે. હું રેસલિંગમાંથી સંન્યાસ લઈ ચુક્યો છું. હવે આ ચૂંટાયેલા લોકો નિર્ણય લેશે. મારે લોકસભા ચૂંટણી આવી રહી છે, તેની તૈયારી કરવી છે. હવે જે નવી બોડી આવી છે તે નક્કી કરશે કે તેણે કોર્ટમાં જવુ છે કે સરકાર સાથે વાત કરવી છે. 

— Press Trust of India (@PTI_News) December 24, 2023

પોતાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરો અને જેપી નડ્ડા સાથે મુલાકાત પર પ્રતિક્રિયા આપતા બૃજભૂષણે કહ્યુ- ચૂંટણી આવી રહી છે અને હું ગમે તેને મળી શકુ છું. જેપી નડ્ડા અમારા નેતા છે અને અમે તેને મળતા રહીશું. પરંતુ રેસલરોના સંબંધમાં કોઈ વાત થઈ નથી. મને લાગ્યું કે આ પોસ્ટર (દબદબો છે, દબદબો રહેવાનો) માં અહંકાર લાગી રહ્યો છે એટલે પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા. 

નવા ફેડરેશનને લઈને બૃજભૂષણ શરણ સિંહે કહ્યું- મેં તમને જણાવી દીધુ કે હું 21 ડિસેમ્બરથી રેસલિંગ સાથે મારો નાતો તોડી ચૂક્યો છું. લોકતાંત્રિક રીતે સુપ્રીમ કોર્ટની દેખરેખ પર સરકારના આદેશથી નવી બોડીની ચૂંટણી થઈ છે. હવે શું કરવાનું છે, શું નહીં, આ નવી બોડીએ નક્કી કરવાનું છે. હું નવા પદાધિકારીઓને કહીશ કે તે પોતાની ઓફિસની ચૂંટણી કરાવી લે. સંજય સિંહ ભૂમિહાર છે અને હું ક્ષત્રિય છું, બંનેમાં મિત્રતા તો હોઈ શકે છે. 

કેસરગંજથી ચૂંટણી લડુ તેવી મારી ઈચ્છા
પોતાના ભવિષ્યના પ્લાન વિશે વાત કરતા તેમણે કહ્યું- હું બલરામપુર, ગોંડા અને કેસરગંજથી ચૂંટણી જીતી ચુક્યો છું. કેસરગંજમાં મારૂ ગર છે. બાકી મારી ઈચ્છા છે કે હું મારા ઘરેથી ચૂંટણી લડુ, બાકી પાર્ટી નક્કી કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news