કલેક્ટર ઓફિસ પોહંચી પ્રજ્ઞા ઠાકુર, 11 પંડિતોના મંત્રોચ્ચાર સાથે નોંધાવ્યું નામાંકન
મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર નામાંકન નોંધાવવા ભોપાલ કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. સાધ્વી પ્રજ્ઞા અહીં મહૂર્તના અનુસાર નામાંકન નોંધાવવા પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર નામાંકન નોંધાવવા ભોપાલ કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. સાધ્વી પ્રજ્ઞા અહીં મહૂર્તના અનુસાર નામાંકન નોંધાવવા પહોંચ્યા છે. જ્યાં તેઓ 11 પંડિતોના મંત્રોચ્ચારની સાથે નામાંકન કરી રહી છે. જણાવી દઇએ કે આ પહેલા સુધી કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર 23 એપ્રિલના રોજ નામાંકન પત્ર ભરી શકે છે, પરંતુ ભાજપ કાર્યલાયમાં થયેલી મિટિંગ બાદ સાધ્વી પ્રજ્ઞા આજે જ નામાંકન નોંધાવવા કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. કાર્યાલયમાં સાધ્વી પ્રજ્ઞાના નામાંકનની તૈયારીઓ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કાર્યાલયમાં હાજર રહ્યાં છે. તેમની સાથે જ સાધ્વીના વકીલ અને ભાજપના ઘણા પદાધિકારી આ બેઠકનો ભાગ બન્યા હતા.
નામાંકન દાખલ કરવાની જાહેરાત સાથે જ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, હવે બધાએ કામમાં જોડાવવું પડશે, બાકી વાતો પછી થશે. તે પહેલા સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી લોકસભા ચૂંટણી ટિકિટ મળવા પર સ્થાનીય નેતા વિરોધ દર્શાવી રહ્યાં હતા, પરંતુ આ બધા વચ્ચે બીજ પ્રદેશ સંગઠને સ્થાનીક નેતાઓને આ વાત સમજાવી દીધી કે સાધ્વી પ્રજ્ઞા પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો નિર્ણય છે. બેઠક દરમિયાન RSSએ ભોપાલના તેમના સ્વયં સેવકો અનુસાંગિક સંગઠ અને પદાધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આ સંઘની ટિકિટ છે એટલા માટે વોટિંગમાં ક્યાંય કોઇ બાંધછોડ થવી જોઇએ નહીં.
તમને જણાવી દઇએ કે હાલમાં જ સાધ્વી પ્રજ્ઞાના મુંબઇ હુમલામાં શહીદ હેમંત કરકરે પર આપેલા વિવાદિત નિવેદન બાદ ઘણા નેતા તેમની ચૂંટણી લડવા પર વાંધો ઉઠાવી રહ્યાં હતા. વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત ભાજપમાં પણ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડવા પર ઘણો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે, ભોપાલ લોકસભા બેઠકથી હવે સાધ્વી પ્રજ્ઞા જ ભાજપનો ચહેરો હશે. સાધ્વીના ભોપાલ લોકસભા વિસ્તારથી ચૂંટણી લડવાના સવાલ કરતા બસાપ સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે, ચુંટણી પંચ તેમનું નામાંકન રદ કમે કરી રહ્યા નથી.
એક ટ્વિટ દ્વારા તેમણે કહ્યું હતું કે ભોપાલથી ભાજપ ઉમેદવાર તેમજ માલેગાંવ બ્લાસ્ટ આરોપી સાધ્વી પ્રજ્ઞાનો દાવો છે કે, તે ‘ધર્મયુદ્ધ’ લડી રહી છે. આ છે ભાજપ/આરએસએસનો ઓરિજનલ ચહેરો જે સતત પ્રદશિત થઇ રહી છે, પરંતુ આયોગ માત્ર નોટિસ જ કેમ આપી રહ્યાં છે. તે ભાજપ રત્ન પ્રજ્ઞાનું નામાંકન કેમ રદ કરી રહ્યું નથી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે