કુરાન વહેંચવાની સજા પર બોલી સાધ્વી પ્રાચી, 'કોર્ટનો ચૂકાદો ફતવો લાગી રહ્યો છે'

સાધ્વી પ્રાચીએ ચૂકાદો આપનારા જજ સામે આંગળી ચિંધતા કહ્યું કે, જો શાંતિ લાવવા માટે આ ચૂકાદો આપ્યો હોત તો મિલાર્ડે કહેવું જોઈતું હતું કે, વેદની નકલ વહેંચો 
 

કુરાન વહેંચવાની સજા પર બોલી સાધ્વી પ્રાચી, 'કોર્ટનો ચૂકાદો ફતવો લાગી રહ્યો છે'

બાગપતઃ પોતાના વિવાદોના કારણે ચર્ચામાં રહેનારી સાધ્વી પ્રાચીએ કોર્ટના એક ચૂકાદા સામે પોતાનું નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રાચીએ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવા બાબતે રાંચીની એક અદાલત દ્વારા ઋચા ભારતીને 15 દિવસમાં કુરાનની 5 નકલ વહેંચવાની શરત પર જામીન આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે. 

સાધ્વીએ શું કહ્યું? 
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, "કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચૂકાદો કોઈ મિલાર્ડનો નિર્ણય નહીં પરંતુ એવું લાગે છે જાણે કે એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે સીરિયામાં જજમેન્ટ આવ્યું છે, હિન્દુસ્તાનમાં નહીં." સાધ્વી પ્રાચીએ ચૂકાદો આપનારા જજ સામે આંગળી ચિંધતા કહ્યું કે, જો શાંતિ લાવવા માટે આ ચૂકાદો આપ્યો હોત તો મિલાર્ડે કહેવું જોઈતું હતું કે, વેદની નકલ વહેંચો.

જજના ચૂકાદા પર અત્યંત તીખી પ્રતિક્રિયા આપતા સાધ્વીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં દેશવિરોધી ગેંગ સક્રિય થઈ રહી છે. 

દિલ્હીના મંદિરનો કર્યો ઉલ્લેખ
સાધ્વી પ્રાચી આટલેથી જ અટકી નહીં. તેણે દિલ્હીના હોઝકાઝીમાં થયેલા મંદિર કાંડ અંગે જણાવ્યું કે, જો દેશમાં શાંતિ રાખવી હોય તો જે લોકોએ દિલ્હી અને મુજફ્ફરનગરમાં મંદિર તોડ્યું છે એ લોકોને કાંવડ લેવા મોકલવામાં આવે.  

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news