UNAIDSના રિપોર્ટમાં દાવો, 9 વર્ષમાં HIVના કેસમાં આવ્યા 16 ટકાનો ઘટાડો

યૂએનએડ્સે મંગળવારે જાહેર કરેલા તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, વૈશ્વિક ધોરણે 2010થી 16 ટકા ઘટાડો આવ્યો છે. આ દક્ષિણ તેમજ પૂર્વ આફ્રિકામાં સ્થિર પ્રગતિના કારણેથી શક્ય બન્યું છે. આ ઉપરાંત 2018માં એચઆઇવીથી 17 લાખ નવા લોકો સંક્રમિત થયા છે.

UNAIDSના રિપોર્ટમાં દાવો, 9 વર્ષમાં HIVના કેસમાં આવ્યા 16 ટકાનો ઘટાડો

જિનેવા: યૂએનએડ્સે મંગળવારે જાહેર કરેલા તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, વૈશ્વિક ધોરણે 2010થી 16 ટકા ઘટાડો આવ્યો છે. આ દક્ષિણ તેમજ પૂર્વ આફ્રિકામાં સ્થિર પ્રગતિના કારણેથી શક્ય બન્યું છે. આ ઉપરાંત 2018માં એચઆઇવીથી 17 લાખ નવા લોકો સંક્રમિત થયા છે. યૂએનએડ્સના વૈશ્વિક એડ્સ અપડેટથી જાણવા મળી રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં પ્રગતિ થઇ છે અને તેમાં 2010થી એડ્સથી થતા મોત પર 40 ટકા તેમજ એચઆઇવીના નવા સંક્રમણોને ઓછા કરવામાં 40 ટકા સફળતા પ્રાપ્ત થઈ છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો કર્યો છે કે, એડ્સથી થતા મોતમાં ઘટાડો યથાવત છે, કેમકે સારવાર વિસ્તરી થઇ રહી છે અને એચઆઇવી/ક્ષયની સેવાઓની ડિલિવરીમાં સુધારો આવ્યો છે. વર્ષ 2010થી એડ્સથી થતા મોતમાં 33 ટકા ઘટાડો થયો છે.

જો કે, પૂર્વ તેમજ દક્ષિણ આફ્રિકામાં હજુ પણ લાંબુ અંતર છે. આ ક્ષેત્ર સૌથી વધારે એચઆઇવી પ્રભાવિત છે. આ ઉપરાંત પૂર્વ યૂરોપ તેમજ મધ્ય એશિયા (29 ટકા), મધ્ય પૂર્વ તેમજ ઉત્તર આફ્રિકા (10 ટકા) અને લૈટિન અમેરિકા (7 ટકા)માં એડ્સના નવા સંક્રમણોથી ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પ્રમુખ આબાદી તેમજ તેમના જાતીય ભાગીદાર હવે વૈશ્વિક ધોરણે અડધાથી વધારે (54 ટકા) નવા એચઆઇવી સંક્રમણો માટે જવાબદાર છે.
ઇનપુટ: IANS

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news