સચિન પાયલોટ બોલ્યા- જ્યોતિરાદિત્યનું જવું દુર્ભાગ્યપૂર્ણ, ઉકેલી શકાતા હતા વિવાદ


કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે જ્યોતિરાદિત્ય સિંધિયાનું ભાજપમાં સામેલ થવું દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીની અંદર વિવાદો ઉકેલી શકાતા હતા. 

સચિન પાયલોટ બોલ્યા- જ્યોતિરાદિત્યનું જવું દુર્ભાગ્યપૂર્ણ, ઉકેલી શકાતા હતા વિવાદ

નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ જોડાવાને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે, તેમણે કહ્યું કે, વિવાદોનો ઉકેલી શકાતા હતા. 

સચિન પાયલોટે ટ્વીટ કરીને કહ્યું કે, જે જોવું દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. હું વિચારુ છું કે પાર્ટીમાં વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલી શકાયા હોત. સચિન પાયલોટ પહેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પર આકરી ટિપ્પણી કરી હતી. 

અશોક ગેહલોતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લીધા વગર કહ્યું કે, અવસરવાદી લોકો પહેલા જ ચાલ્યા ગયા હોત તો યોગ્ય હોત. તેમને કોંગ્રેસે ઘણું આપ્યું 17-18 વર્ષોમાં. અલગ અલગ પદો પર રાખ્યા. સાસંદ બનાવ્યા, કેન્દ્રીય મંત્રી બનાવ્યા અને તક આવવા પર ભાગી ગયા. જનતા તેને માફ નહીં કરે. 

— Sachin Pilot (@SachinPilot) March 11, 2020

પોતાના હિતો માટે છોડી પાર્ટી
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રદાન મલ્લિકાર્જુન ખડગેએ સિંધિયાના પાર્ટી છોડવા પર કહ્યું હતું, 'લાભ અને નુકસાન બધાની જિંદગીમાં ચાલતા રહે છે. તમે 4 વખત સાંસદ રહી ચુક્યા છો. તમને ઘણા મહત્વપૂર્ણ પદોની જવાબદારી આપવામાં આવી છે, તેથી પાર્ટી છોડવી યોગ્ય નથી. પરંતુ તેમણે વાત ન સાંભળી અને પોતાના હિતો માટે પાર્ટી છોડી દીધી.'

મલ્લિકાર્જુન ખડગેએ તે પણ કહ્યું, 'મને ખરાબ લાગી રહ્યું છે કે તે પાર્ટી છોડીને ચાલ્યા ગયા. 3 દિવસ પહેલા મારી તેમની સાથે વાત થઈ હતી. મેં તેમને કહ્યું હતું કે પાર્ટી છોડવાની જરૂર નથી. તે યુવા છે અને સારા વક્તા છે. પાર્ટીનું નિર્માણ એક વિચારધારા પર થયું છે, બધાને લાગે છે કે આ વિચારધારા લોકોને મજબૂત બનાવશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news