સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે અત્યાર સુધીની સૌથી સનસનીખેજ અને ચોંકાવનારી વાત સ્વામીએ કરી

તેમણે કહ્યું કે, બોઝનું મૃત્યુ 1945માં નહોતુ થયું. તે ખોટું છે. તે નહેરુ અને જાપાનીઓનું ષડયંત્ર હતું. સુભાષ ચંદ્ર બોઝે રશિયામાં શરણ માંગી હતી, અને તેમને ત્યાં શરણ આપવામાં આવી હતી.

 સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે અત્યાર સુધીની સૌથી સનસનીખેજ અને ચોંકાવનારી વાત સ્વામીએ કરી

અગરતલા : ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હત્યામાં રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જોસેફ સ્ટાલિનની ભૂમિકા હતી અને 1945ની વિમાન ઘટનામાં તેમની મોત થઈ ન હતી, જેવું કે મોટાભાગના લોકો માને છે. સાંસ્કૃતિક ગૌરવ સંસ્થા દ્વારા રવીન્દ્ર શતાવાર્ષિકી ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરા સ્વામીએ કહ્યું કે, બોઝે સામ્યવાદી રશિયામાં શરણ માંગી હતી, જ્યાં બાદમાં તેમની હત્યા કરી દેવાઈ હતી.

તેમણે કહ્યું કે, બોઝનું મૃત્યુ 1945માં નહોતુ થયું. તે ખોટું છે. તે નહેરુ અને જાપાનીઓનું ષડયંત્ર હતું. સુભાષ ચંદ્ર બોઝે રશિયામાં શરણ માંગી હતી, અને તેમને ત્યાં શરણ આપવામાં આવી હતી. જવાહર લાલ નહેરુ બધુ જ જાણતા હતા. બાદમાં ત્યાં બોઝની હત્યા કરી દેવાઈ હતી.

लाल किले में बना सुभाष चंद्र बोस संग्रहालय, इस दिन होगा उद्घाटन

સ્વામીએ એમ પણ દાવો કર્યો છે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને પગલે બ્રિતાની ઔપનિવેશિક શાસકોએ ભારતને આઝાદી આપી હતી, જેનું ગઠન 75 વર્ષ પહેલા સિંગાપોરમાં થયું હતું. સ્વામીએ કહ્યું કે, સંવિધાનના અનુચ્છેદ 370ને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માત્ર એક અધિસૂચના જોડીને હટાવી શકાય છે. આ અનુચ્છેદ કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના નિર્માણ માટે આગળનો રસ્તો ખુલ્લો છે. 

નેતાજીની સાથે શું થયું હતું, તે લોકોને જાણવાનો હક છે - મમતા
હાલમાં જ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, નાગરિકોને એ જાણવાનો હક છે કે, 1945માં તાઈહોકૂ વિમાન દુર્ઘટના બાદ હકીકતમાં નેતાજીની સાથે શું થયું હતું. બેનરજીએ ટ્વિટ કરી કે, અમારી સરકારે 2015માં નેતાજીની સાથે જોડાયેલી ફાઈલ સાર્વજનિક કરી દીધી હતી. 

सुब्रमण्यम स्वामी ने कहा, 'नेताजी सुभाष चंद्र बोस की हत्या में स्टालिन की भूमिका थी'

રાજ્યના ગૃહ વિભાગમાં રાખેલી નેતાજી સાથે જોડાયેલી 64 ફાઈલ મમતા બેનરજી સરકારે 18 સપ્ટેમ્બર, 2015ના રોજ સાર્વજનિક કરી હતી. જોકે, રિસર્ચર અને લેખક અનુજ ઘરે આ પહેલા દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી અનેક ફાઈલો છે. 

બોઝ પરિવારના એક ગ્રૂપની સાથે સાથે કેટલાક રિસર્ચર્સને વિશ્વાસ છે કે, નેતાજીનું નિધન તાઈપેમાં તાઈહોકૂ એરપોર્ટ વિમાન અકસ્માતમાં થયું હતું. જોકે, પરિવારના અન્ય લોકોની સાથે કેટલાક રિસર્ચર્સ આ અકસ્માતને નકારી કાઢે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news