ભારતમાં ઇસ્લામ આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું: RSS નેતા કૃષ્ણ ગોપાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંયુક્ત મહાસચિવ કૃષ્ણ ગોપાલે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં ઇસ્લામાં આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું છે. આ સાથે તેમણે આ પણ કહ્યું કે, દેશમાં દલિત શબ્દનો ઉપયોગ અંગ્રેજોના તે ષડયંત્રનો ભાગ હતો
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંયુક્ત મહાસચિવ કૃષ્ણ ગોપાલે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં ઇસ્લામાં આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું છે. આ સાથે તેમણે આ પણ કહ્યું કે, દેશમાં દલિત શબ્દનો ઉપયોગ અંગ્રેજોના તે ષડયંત્રનો ભાગ હતો, જેમાં તેઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. દિલ્હીમાં સોમવારના એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પહોંચેલા આરએસએસના નેતા કૃષ્ણ ગોપાલે કહ્યું કે, આરએસએસ હમેશા જાતિહીન સમાજનું સમર્થક રહ્યું છે.
તેમણે કહ્યું કે, દેશમાં અસ્પૃશ્યતાના મામલાનું પહેલુ ઉદાહરણ ઇસ્લામના આવ્યા બાદ જોવા મળ્યું હતું. આ ત્યારે જોવા મળ્યું જ્યારે સિંધના અંતિમ હિન્દુ રાજા દહીરની રાણીઓ જૌહર (પોતાની જાતને આગમાં સોંપવી) કરવા માટે જઇ રહી હતી. તેમણે તે દરમિયાન મલેચ્છ શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાજાએ કહ્યું કે, મલેચ્છ આવીને તેમને સ્પર્શ કરે અને પ્રદુષિત કરે તે પહેલાં રાણીઓના જોહર માટે ઉતાવડ કરવી જોઇએ. ભારતમાં અસ્પૃશ્યતાનું આ પહેલું ઉદાહરણ હતું.
આ દરમિયાન કૃષ્ણ ગોપાલે જણાવ્યું હતું કે, આખરે કેવી રીતે પહેલા સન્માનિત થનાર જાતિઓ પછાત જાતિની શ્રેણીમાં આવી ગઇ હતી. તેમણે કહ્યું કે, આજે મૌર્ય પછાત જાતિ છે. તે પહેલા ઉચ્ચ જાતિ હતી. પહેલા બંગાળના શાસક રહેલી પાલ આજે પછાત જાતિ છે. બુદ્ધની જાતિના શાક્ય આજે ઓબીસી છે. આપણા સમાજમાં ક્યારે પણ દલિત શબ્દની હાજરી ન હતી. આ અંગ્રેજોનું ષડયંત્ર હતું. જેના અંતર્ગત તેઓ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતા હતા. એટલું જ નહીં બંધારણ સભા દ્વારા પણ દલિત શબ્દનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે