આજથી રોહતાંગ સુરંગનું નામ હશે 'અટલ ટનલ', પીએમ મોદી કરશે લોન્ચ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની જયંતિ પર આજે આખો દેશ આ મહાન નેતાને નમન કરી રહ્યા છે. આજથી અટલજી આપણી વચ્ચે નથી. પરંતુ દેશ માટે તેમનું યોગદાન, તેમની અદભૂત ભાષણ શૈલી અને તેમની યાદોને હંમેશા હિંદુસ્તાનના દિલમાં તાજા રાખશે. પૂર્વ વડાપ્રધાનમંત્રીની જયંતિના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અટલ ટનલ યોજના લોન્ચ કરશે.

આજથી રોહતાંગ સુરંગનું નામ હશે 'અટલ ટનલ', પીએમ મોદી કરશે લોન્ચ

મનાલી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની જયંતિ પર આજે આખો દેશ આ મહાન નેતાને નમન કરી રહ્યા છે. આજથી અટલજી આપણી વચ્ચે નથી. પરંતુ દેશ માટે તેમનું યોગદાન, તેમની અદભૂત ભાષણ શૈલી અને તેમની યાદોને હંમેશા હિંદુસ્તાનના દિલમાં તાજા રાખશે. પૂર્વ વડાપ્રધાનમંત્રીની જયંતિના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અટલ ટનલ યોજના લોન્ચ કરશે. તમને જણાવી દઇએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિના એક દિવસ પહેલાં મંગળવારે કેન્દ્રીય મંત્રિમંડળે રોહતાંગ સુરંગનું નામાક્રણ 'અટલ ટનલ' કરવાને મંજૂરી આપી છે.  

અટલ બિહારી વાજપેયીની જયંતિ પર લોન્ચ થનાર અટલ ટનલ યોજના મનાલી થી લેહ સુધી હશે. 8.8 કિલોમીટર લાંબી આ યોજનાનું લગભગ 80 ટકા કામ પુરૂ થઇ ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિશ્વની સૌથી ઉંચી ટનલ હશે. મે 2020માં તેનું ઉદઘાટન થશે. 

રોહતાંગ ટનલ બનાવતાં મનાલી અને કેલાંગ વચ્ચેનું અંતર લગભગ 45 કિલોમીટર ઓછું થઇ જશે. ટનલ બનતાં હિમવર્ષાના લીધે 6 મહિના દેશ અને દુનિયાથી કપાઇ જનાર જનજાતિય વિસ્તાર લાહોલ-સ્પિતિ વર્ષના 12 મહિના દુનિયાની હલચલ સાથે જોડાઇ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 12 હજાર ફૂટની ઉંચાઇ પર બની રહેલી આ દુનિયાની સૌથી લાંબી ટ્રાફિક ટનલ ગણવામાં આવી રહી છે. તેના નિર્માણ પર લગભગ ચાર હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. 

ભવિષ્યમાં આ ટનલ લેહ લદ્દાખમાં તૈનાત સેના માટે પણ લાઇફ લાઇનની માફક કામ કરશે. પીર પંજાલની પહાડીઓને ભેદીને બનાવવામાં આવેલી આ સુરંગ નીચેથી વધુ એક ટનલનું નિર્માણ થઇ રહ્યું છે, જેને ઇમરજન્સીમાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ઉપયોગ કરવામાં આવશે. બીઆરઓની દેખરેખમાં ઓસ્ટ્રિયા અને ભારતની જોઇન્ટ વેંચર સ્ટ્રોબેગ-એફકોન કંપની તેનું નિર્માણ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news