Rishabh Pant: ન ઝોકું, ન ઓવરસ્પીડિંગ, CM પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કેમ રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ

Rishabh Pant Car Accident: ભારતીય ક્રિકેટર રિષભ પંતનો શુક્રવારે અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ લોકો આશંકા વ્યક્ત કરી રહ્યાં હતા કે આ અકસ્માત કઈ રીતે થયો. સીસીટીવીમાં પણ સ્પીડમાં ચાલતી કાર જોવા મળી રહી હતી. 
 

Rishabh Pant: ન ઝોકું,  ન ઓવરસ્પીડિંગ, CM પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કેમ રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ

દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ ધામીએ જણાવ્યુ કે રસ્તા પર રહેલા એક ખાડાને કારણે શુક્રવારે પંતની કારનું સંતુલન બગડી ગયું અને આ દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં પંતની કાર સળગીને રાખ થઈ ગઈ હતી. રિષભ પંતને પણ સ્થાનીક લોકો અને એક બસ સ્ટાફે સમય રહેતા કારની બહાર કાઢ્યો હતો. પંતને ઈજા પહોંચી છે, શનિવારે તેના માથાની સર્જરી પણ થઈ છે. 

મુખ્યમંત્રી ધામીએ રવિવારે રિષભ પંતની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. બાદમાં ધામીએ જણાવ્યું કે રસ્તા પર ખાડાને કારણે અકસ્માત થયો હતો. તેમણે તે અટકળો પર વિરામ લગાવી દીધો છે કે પંત ઓવર સ્પીડિંગ કે નીંદરના ઝોકાને કારણે દુર્ઘટનાનો શિકાર થયો હતો. 

આ સમયે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિષભ પંતની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનામાં આગની ઝપેટમાં આવ્યા અને ઢસળાવાને કારણે તેના માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. માથા પર લાગેલ કટ દુર્ઘટના બાદ સામે આવેલા તમામ ફોટામાં પણ જોવા મળી રહ્યું છે. શનિવારે તેની સર્જરી થઈ. ગજુ ઘુંટણ અને એડીમાં સોજો છે જેના કારણે એમઆરઆઈ થઈ શક્યો નથી. 

રિષભ પંતને હાલ આઈસીયૂમાં રાખવામાં આવ્યો છે. રાહતની વાત છે કે તેના બ્રેન અને કરોડરજ્જુનો એમઆરઆઈ રિપોર્ટ સામાન્ય આવ્યો છે. શનિવારે પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ડો. ધન સિંહ રાવતે હોસ્પિટલ જઈને ડોક્ટરો પાસે પંતની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે રિષભ પંતના માતા સરોજ પંત સાથે પણ વાત કરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે હાલ તેમની સારવાર દેહરાદૂનમાં જ ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news