Constipation: કબજીયાતની સમસ્યાથી પરેશાન છો? આ વસ્તુનું કરો સેવન તત્કાલ મળશે રાહત

Constipation ગુજરાતીમાં કસ્ટર ઓયલને એરંડાનું તેલ કરેવામાં આવે છે. તેને એરંડાના ફળથી તૈયાર કરવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ તેલ ખુબ ઉપયોગી છે. 

Constipation: કબજીયાતની સમસ્યાથી પરેશાન છો? આ વસ્તુનું કરો સેવન તત્કાલ મળશે રાહત

નવી દિલ્હીઃ Constipation:આજકાલ ખોટા ખાનપાન, ખરાબ દિનચર્યા અને તણાવને કારણે કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જંક ફૂડનું વધુ પડતું સેવન, આલ્કોહોલનું સેવન, ધૂમ્રપાન, શરીરમાં પાણીની ઉણપ, ચા કે કોફીનું વધુ પડતું સેવન અને યોગ્ય સમયે ન ખાવાથી કબજિયાત થાય છે. જ્યારે લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા રહે છે ત્યારે બીજી ઘણી બીમારીઓ શરૂ થઈ જાય છે. કબજિયાતથી માથાનો દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, અપચો વગેરે થાય છે. આ રોગમાં સૌથી પહેલા તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. તમારા આહાર અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરો. આ સિવાય કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે એરંડાના તેલનું સેવન કરી શકાય છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે કબજિયાતની સમસ્યામાં પણ ફાયદાકારક છે. જો તમે પણ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એરંડાના તેલનું સેવન કરી શકો છો. તેના ઉપયોગથી કબજિયાતમાં જલ્દી રાહત મળે છે. આવો, તેના વિશે બધું જાણીએ-

કસ્ટર ઓયલ
ગુજરાતીમાં કસ્ટર ઓયલને એરંડાનું તેલ કહેવામાં આવે છે. તેને એરંડાના ફળથી તૈયાર કરવામાં આવે છે. એરંડાનું તેલ દેખાવમાં હળવુ પીળા કલરનું હોય છે. તેમાં લિનોલિક એસિડ, ઓલિક એસિડ, રિકિનોલેઇઝ એસિત સહિત ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તેના તેલના સેવનથી કબજીયાત અને હરસ-મસામાં પણ આરામ મળે છે. 

કઈ રીતે સેવન કરશો 
હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે એરંડાના તેલના સેવનથી કબજીયાતમાં આરામ મળે છે. તે માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હુંફાળા દૂધમાં એરંડાનું તેલ મિક્સ કરી સેવન કરો. આ સિવાય દરરોજ સવારે ચા કે કોફીમાં પણ એરંડાનું તેલ મિક્સ કરી સેવન કરી શકો છો. તેનાથી કબજીયાત અને પેટની અન્ય સમસ્યામાં રાહત મળે છે. 

(ડિસ્ક્લેમરઃ ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે તેનું સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news