Delhi: Rinku Sharma હત્યા કેસમાં નવો વળાંક, ઢાબાના માલિકે કર્યો મોટો ખુલાસો

રિંકૂ શર્માની હત્યા મામલે (Rinku Sharma Murder Case) હવે નવો વળાંક આવ્યો છે. ઢાબા માલિકે તેમના નિવેદનમાં કહ્યું કે, ઘટનાની રાત્રે ઢાબામાં કોઈ બર્થ ડે પાર્ટી થઈ નહોતી અને ના કોઈ ઝગડો થયો છે. પરંતુ પોલીસે તેમના નિવેદનમાં બર્થ ડે પાર્ટીમાં થયેલા ઝગડાને હત્યાનું કારણ જણાવી રહી છે

Delhi: Rinku Sharma હત્યા કેસમાં નવો વળાંક, ઢાબાના માલિકે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: રિંકૂ શર્માની હત્યા મામલે (Rinku Sharma Murder Case) હવે નવો વળાંક આવ્યો છે. ઢાબા માલિકે તેમના નિવેદનમાં કહ્યું કે, ઘટનાની રાત્રે ઢાબામાં કોઈ બર્થ ડે પાર્ટી થઈ નહોતી અને ના કોઈ ઝગડો થયો છે. પરંતુ પોલીસે તેમના નિવેદનમાં બર્થ ડે પાર્ટીમાં થયેલા ઝગડાને હત્યાનું કારણ જણાવી રહી છે. આ નિવેદન બાદ હવે દિલ્હી પોલીસની (Delhi Police) ભૂમિકા પર સવાલ ઉભા થઈ રહ્યા છે.

કરોબારી દુશ્મનીના કારણે થઈ હત્યા
દિલ્હી પોલીસ પ્રવક્તા ચિન્મય બિસ્વાલે પણ પોતાના નિયમમાં કહ્યું છે કે, કારોબારી દુશ્મનીના કારણે રિંકૂ શર્માની હત્યા કરવામાં આવી છે. તેની શરૂઆત બર્થ ડે પાર્ટીમાં થયેલી રિંકૂના ઝગડાથી થઈ હતી. રિંકૂ શર્મા પોતાના મિત્રની જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેનો ઝગડો થયો. જ્યારે તે ઘરે આવ્યો તો હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો જેમાં તેનું મોત થયું.

જય શ્રી રામના નારા બન્યું હત્યાનું કારણ
પરંતુ જો પરિવારજનોનું માનવીએ તો રિંકૂની હત્યા કરવામાં આવી હતી કારણ કે, તે બજરંગ દળ સાથે સંકળાયેલ હતો અને તે વિસ્તારમાં જય શ્રી રામનો નારો લગાવતો હતો. ગત વર્ષે 5 ઓગસ્ટના શ્રી રામ મંદિર નિર્માણના સ્મરણાર્થે આ વિસ્તારમાં શ્રી રામ રેલીનું આયોજન કર્યું હતું. તે સમયે કેટલાક લોકોએ રિંકૂને ધમકી પણ આપી હતી અને ત્યારથી જ રિંકૂને પરેશાન કરી રહ્યા હતા. આ ધાર્મિક દુશ્મનાવટને કારણે 30-40 લોકોએ લાકડીઓ, ડંડા અને છરી વડે રિંકૂના ઘરમાં ઘૂસીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. તેના છેલ્લા શબ્દોમાં પણ રિંકૂ જય શ્રી રામ બોલી રહ્યો હતો.

અત્યાર સુધીમાં 5 આરોપીઓની કરાઈ ધરપકડ
તમને જણાવી દઇએ કે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે આ હત્યા પાછળ કોઈપણ પ્રકારના ધાર્મિક એન્ગલને નકાર્યો છે. જો કે, રિંકૂના પરિજનો અને પાડોસી પોલીસના આ દાવાને ખોટો ગણાવી રહ્યા છે અને હત્યા પાછળ ધાર્મિક એન્ગલ હોવાની વાત કરી રહ્યાં છે. હાલ દિલ્હી પોલીસ સીસીટીવીના આધાર પર આરોપીઓની શોધ કરવામાં લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news