પિતા રિક્ષા ડ્રાઇવર છે અને પુત્ર ચલાવે છે સ્કૂલ, બાળકોને આપે છે મફત શિક્ષણ
Trending Photos
આજના આ પ્રગતિના પંથે આગળ વધતા ટેકનોલોજીના યુગમાં શિક્ષણનું ખુબ જ મહત્વ વધી રહયું છે. ત્યારે બાળકોને સારૂ શિક્ષણ મળી રહે માટે વાલીઓ તેમના બાળકોને સારી સ્કૂલ કે કોલેજમાં વધારે રૂપિયા ખર્ચીને પણ અભ્યાસ કરવા મોકલે છે. ત્યારે છેલ્લા 11 વર્ષથી એક યુવાન ગરબી બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યો છે. આ વાત છે અમૃતસરના એક યુવાનની...
આ વાત 16 વર્ષ જૂની છે, જ્યારે 4 વર્ષના મિથુને તેની હાથની નસ કાપી નાખી હતી. કારણ હતું કે મિથુનને ભણવું કરવો હતો, પરંતુ રિક્ષા ચલાવતા તેના પિતા તે માટે તૈયાર ન હતા. તેઓ ઇચ્છતા હતા કે મિથુન ચાની દુકાન પર કામ કરે જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળી રહે. તે જ મિથુન આજે 25 વર્ષનો છે અને તે અમૃતસરના નાંગલી ગામમાં રહે છે. ખાસ વાત તો એ છે કે, મિથુન 11 વર્ષથી ગરબી બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યો છે.
ખાલી ખીશું, ખાલી જગ્યા પર શરૂ કર્યા ક્લાસ
મિથુને 11 વર્ષ પહેલ ખાલી પોકેટની સાથે એક નાની પહેલ કરી હતી. તેણે ગરીબ બાળકોને મફતમાં ભણાવવાનો નિર્ણય કર્યો હતો. પ્રાઇમરી ક્લાસની જૂનામાં બૂક ખરીદી અને એક ખાલી જગ્યા પર બાળકોની ક્લાસ લેવાની શરૂ કરી દીદા છે. 9 વર્ષની ઉંમર સુધી ચાની દુકાન પર કામ કરનાર મિથુન ગ્રેજ્યુએટ છે. બાળકોની આ સ્કૂલનો ખર્ચ ઉપાડી શકે માટે તે લગ્ન અને બીજી પાર્ટીઓમાં વેટરનું કામ કરે છે.
સ્કૂલમાં જ લગભગ 200 બાળકો
અભ્યાસને લઇને મિથુન હમેશાંથી જુસ્સો રહે છે. તે અમૃતસર રેલવે સ્ટેશન પર એક Kiosk ચલાવે છે. મિથુને તેની સ્કૂલનું નામ M-Real રાખ્યું છે. ખાલી જગ્યા પર હવે ધીરે-ધીરે કરીને બે માળનું મકાન બનાવ્યું છે. આ સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાંથી મોટાભાગના મજૂરના બાળકો છે. સ્કૂલમાં બે પાળીમાં અભ્યાસ કરાવવામાં આવે છે.
સ્કૂલનું નામ પણ રાખ્યુ છે સમજી-વિચારીને
મિથુને જણાવ્યું કે, તેની સ્કૂલ M-Realનો અર્થ Methodologies for Rural Education and Learning છે. એટલે કે ગ્રામીણ શિક્ષણ અને સીખવાની રીત.
બિહારમાં થયો જન્મ, 10 બાળકો સાથે કરી શરૂઆત
આપણા દેશમાં શિક્ષણ વ્યવસ્થાની દુર્દશા કોઇથી છૂપાયેલી નથી. મિથુને જણાવ્યું કે તેનો જન્મ બિહારમાં થયો છે. તે 4 વર્ષનો હતો, જ્યારે તેના પિતા રોજી-રોટી માટે પરિવાર સહિત અમૃતસર આવી ગયા હતા. પિતા રિક્ષા ચલાવે છે, તેઓ ગરીબીના કારણે રસ્તાના કિનારે એક ચાની દુકાન પર કામ કરવું પડ્યું હતું. વર્ષ 2008માં જ્યારે મિથુને જ્યારે ભણાવવાનું કામ શરૂ કર્યું, ત્યારે તેની સાથે 10 બાળકો હતો.
હવે સ્કૂલમાં વધુ બે ટીચર પણ છે
મિથુને શરૂઆતના ચાર વર્ષ સુધી સ્કૂલમાં એકલા ભણાવવાનું કામ કર્યું છે. પરંતુ હવે તેમણેમ વધુ બે ટીચરની ભરતી કરી છે. જોરદાર વાત એ છે કે મિથુન એવું ન ઇચ્છતો હતો કે તેના બાળકો ભણી-ગણીને ડોક્ટર કે એન્જિનિયર બને. તે કહેતો હતો કે, ‘હું એવી કોઇ ઇચ્છા નથી રાખતો. માત્ર એટલું ઇચ્છું છું કે બાળકો ભણી-ગણીને સારા માણસ બને. બાકી તેમના જે સપના છે, તેઓ તેને જરૂર પૂરા કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે