Republic Day 2020: રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ' સમારોહ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ
એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં આજે 71માં ગણતંત્ર દિવસ (Republic Day)ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના રાજપથની પરેડે દેશવાસિઓને જોશ અને જનૂનથી ભરી દીધા હતા. તો હવે રાષ્ટ્રપતિ ભવનમાં ગણતંત્ર દિવસના અવસર પર 'એટ હોમ' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા છે. એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
રાજપથની પરેડમાં 71માં ગણતંત્ર દિવસના અવસર પર દુશ્મનને સૈન્ય પાવરના પરાક્રમનો સંદેશ આપવાની સાથે ભારતની સોફ્ટ પાવરની શક્તિનો દુનિયાને પરિચય થયો હતો.
Delhi: Prime Minister Narendra Modi, President Ram Nath Kovind, Vice President M Venkaiah Naidu and President of Brazil Jair Bolsonaro, at Rashtrapati Bhawan during 'At Home Reception'. #RepublicDay pic.twitter.com/bXmZJ4j6zz
— ANI (@ANI) January 26, 2020
રવિવારે રાજપથ પર હાજર હજારો લોકોને ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, ન્યૂ ઈન્ડિયાની પ્રગતી અને સ્વાવલંગી ભારતની તસવીર જોવો મળી હતી. તો બીજીતરફ અટારી-વાઘા સરહદ પર બીટિંગ રિટ્રીટ સમારોહ માટે પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ સમારોહ વર્ષમાં બે વાર થાય છે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે. દર વખતે વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજદૂતો અન્ય ગણમાન્ય લોકો સિવાય પત્રકારોને પણ આમંત્ર આપવામાં આવે છે. આ વખતે પણ સમારોહમાં દેશની ઘણી મહત્વપૂર્ણ હસ્તિઓને એટ હોમમાં બોલાવવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે