World Cup 2019: રિવાબાએ વ્યક્ત કરી ખાસ ઈચ્છા, કહ્યું 'મારી ઈચ્છા છે કે રવિન્દ્ર....'

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ મંગળવારે જણાવ્યું કે, મારી ઈચ્છા છે કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપની ટ્રોફી ઊંચકે અને તેને જામનગર લઈને આવે 
 

World Cup 2019: રિવાબાએ વ્યક્ત કરી ખાસ ઈચ્છા, કહ્યું 'મારી ઈચ્છા છે કે રવિન્દ્ર....'

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ મંગળવારે જણાવ્યું કે, મારી ઈચ્છા છે કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપની ટ્રોફી ઊંચકે અને તેને જામનગર લઈને આવે. અમારા માટે આ આનંદ અને ગર્વની ક્ષણ હશે. રિવાબાએ જણાવ્યું કે, "જામનગરના લોકો આશા રાખી રહ્યા છે કે, રવિન્દ્ર વર્લ્ડ કપની ટ્રોફી લઈને વતન પાછા આવે. રણજીત સિંહ અને દીલીપ સિંહ પણ જામનગરના હતા. લોકોની અપેક્ષા છે કે તે વર્લ્ડ કપની ટ્રોફી સાથે જામનગર આવે."

ક્રિકેટ પ્રત્યે જાડેજાના પ્રેમ અને પ્રતિબદ્ધતા અંગે રિવાબાએ જણાવ્યું કે, તે ગેમ પ્રત્યે સમર્પિત રહે છે, પછી ભલે તેને પ્લેયિંગ ઈલેવનમાં સ્થાન મળે કે ન મળે. રિવાબાએ વધુમાં જણાવ્યું કે, "રવિન્દ્ર ખુબ જ મહેનતુ અને ક્રિકેટ પ્રત્યે સમર્પિત છે. તેમનું સમર્પણ હંમેશાં સર્વોચ્ચ સ્તરનું હોય છે. હું તેમની પ્રતિબદ્ધતાને સલામ કરું છું. જ્યારે પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે ત્યારે તે પોતાનું 100 ટકા આપે છે."

રિવાબાએ જણાવ્યું કે, "રવિન્દ્ર પોતાનો અનુભવ ટીમને આપવાનો પ્રયાસ કરે છે. તેઓ આ માનસિક્તા સાથે જ મેદાનમાં ઉતરે છે." ઉલ્લેખનીય છે કે, જાડેજાને આ વર્લ્ડ કપમાં વધુ તક મળી નથી. છેલ્લે શ્રીલંકા સામેની લીગ મેચમાં અને હવે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં જાડેજાને રમવાની તક મળી છે. 

સેમીફાઈનલમાં કરકસરયુક્ત બોલિંગ
ઓલ્ડ ટ્રાફેર્ડ મેદાન પર ચાલી રહેલી ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં ભારતની મજબૂત પકડ છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરી છે. તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા છે અને ન્યૂઝીલેન્ડના ઓપનર હેનરી નિકોલસને આઉટ કરીને કીવી ટીમને બીજો ઝટકો આપ્યો હતો. નિકોલસે 28 રન બનાવ્યા હતા. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news