New IT Rules: ફેસબુક, ગૂગલ અને ઇન્સ્ટાગ્રામે સોશિયલ મીડિયા પરથી વિવાદાસ્પદ પોસ્ટ હટાવી, રવિશંકર પ્રસાદે કરી પ્રશંસા

નવા આઇટી નિયમો હેઠળ પચાસ લાખ (5 મિલિયન) થી વધુ યૂઝર્સો વાળા મોટા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને સમય-સમય પર અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાની જરૂરીયાત હોય છે.
 

New IT Rules: ફેસબુક, ગૂગલ અને ઇન્સ્ટાગ્રામે સોશિયલ મીડિયા પરથી વિવાદાસ્પદ પોસ્ટ હટાવી, રવિશંકર પ્રસાદે કરી પ્રશંસા

નવી દિલ્હીઃ સૂચના ટેક્નોલોજી (આઈટી મંત્રી) રવિશંકર પ્રસાદે શનિવારે ગૂગલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી મુખ્ય ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મની પ્રશંસા કરી છે. આ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મે નવા આઈટી નિયમો અનુસાર વિવાદાસ્પદ પોસ્ટને સ્વૈચ્છિક રૂપથી હટાવવા પર પોતાનો પ્રથમ અનુપાલન રિપોર્ટ (Compliance Report)  જાહેર કર્યો છે. જેને કેન્દ્રીય મંત્રીએ ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મને પારદર્શિતાની તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. 

નવા આઇટી નિયમો હેઠળ પચાસ લાખ (5 મિલિયન) થી વધુ યૂઝર્સો વાળા મોટા ડિજિટલ પ્લેટફોર્મને દર મહિને સમય-સમય પર અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાની જરૂરીયાત હોય છે, જેમાં પ્રાપ્ત ફરિયાદ અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગત હોય છે. 

પારદર્શિતાની દિશામાં એક મોટું પગલુંઃ પ્રસાદ
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી કહ્યુ કે, નવા આઇટી નિયમોનું પાલન કરતા ગૂગલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જોઈને સારૂ લાગ્યું. આઈટી નિયમો અનુસાર તેના દ્વારા પ્રકાશિત વિવાદાસ્પદ પોસ્ટને સ્વૈચ્છિક રૂપથી હટાવવા પર પ્રથમ અનુપાલન રિપોર્ટ પારદર્શિતાની દિશામાં એક મોટું પગલું છે. 

ફેસબુકે આશરે 30 મિલિયનથી વધુ વિવાદિત સામગ્રી હટાવી
તો ફેસબુકે શુક્રવારે કહ્યું કે, તેણે દેશમાં 15 મેથી 15 જૂન દરમિયાન 10 ઉલ્લંઘન શ્રેણીઓમાં આશરે 30 મિલિયનથી વધુ વિવાદિત સામગ્રી પર કાર્યવાહી કરી છે. ફેસબુકે આઈટી નિયમો દ્વારા ફરજીયાત રૂપથી પોતાનો પ્રથમ માસિક અનુપાલન રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ અુસાર દિગ્ગજ ઇન્ટરનેટ કંપની ફેસબુકે સ્પેમ (2.5 મિલિયન) હિંસક અને ગ્રાફિક સામગ્રી (2.5 મિલિયન), વયસ્ક નગ્નતા અને યૌન ગતિવિધિ (1.8 મિલિયન) અને અભદ્ર ભાષા (311,000) સંબંધિત સામગ્રી પર કાર્યવાહી કરી છે. 

ફેસબુક દ્વારા જે અન્ય શ્રેણીઓ હેઠળ સામગ્રી પર કાર્યવાહી કરી છે તેમાં ગુંડાગીરી અને પજવણી (118,000), આત્મહત્યા અને આત્મ-ઇજા (589,000), ખતરનાક સંગઠન અને વ્યક્તિ સામેલ છે. આ સાથે ફેસબુકે આતંકવાદી પ્રચાર (106,000) અને ખતરનાક સંગઠન અને વ્યક્તિ સંગઠિત નફરત જેવી પોસ્ટો પર પણ કાર્યવાહી કરી છે જેની સંખ્યા 75,000 ની નજીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news