રાહુલ ગાંધી જણાવે 55 લાખથી 9 કરોડ રૂપિયા સંપત્તી કઇ રીતે થઇ ગઇ: પ્રસાદ

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસે બંન્ને એક બીજા પર શાબ્દિક ટપાટપી ચાલુ કરી દીધી છે

રાહુલ ગાંધી જણાવે 55 લાખથી 9 કરોડ રૂપિયા સંપત્તી કઇ રીતે થઇ ગઇ: પ્રસાદ

નવી દિલ્હી : જેમ જેમ લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ થઇ ગયો છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર અનેક આરોપો લગાવ્યા. પ્રસાદે રાહુલ ગાંધીની આવકનાં સ્ત્રોત પર પણ સવાલ ઉઠાવ્યા. 

રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે રાહુલ ગાંધીની આવકનો સ્ત્રોત શું છે. તેમણે રાહુલ ગાંધીનાં બનેવી અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, શું તેઓ વાડ્રા મોડલ ઓફ ડેવલપમેન્ટ છે. તેમણે કહ્યું કે, ગત્ત 2થી3 વર્ષમાં કઇ રીતે 6થી7 લાખની સંપત્તી વધીને 7થી8 કરોડની થઇ ગઇ.

રાહુલનું બિઝનેસ મોડેલ શું છે ? 
પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અમે રાહુલ ગાંધીનું બિઝનેસ મોડેલ જોઇ રહ્યા છીએ. રાહુલ ગાંધીએ 2004માં પોતાનાં ચૂંટણીના હલફનામામાં કહ્યું કે તેમની પાસે 55,83,123 રૂપિયાની સંપત્તી છે. આ સંપત્તી 2009માં વધીને 2 કરોડ થઇ ગઇ. 2014માં આ સંપત્તી વધીને 9 કરોડ થઇ ગઇ. રાહુલ ગાંધીનું આ બિઝનેસ મોડલ શું છે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને સવાલ પુછ્યો કે કઇ રીતે એક સાંસદની સંપત્તી આટલા વર્ષોમાં આટલી વધી ગઇ. 

પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા પાસે 4.69 એકરનાં ફાર્મ હાઉસ હતું જેને દિલ્હી ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતું. નેશનલ સ્પોટ એક્સચેન્જે દિલ્હી ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવ્યું. સંજય ભંડારી રોબર્ટ વાડ્રાની સાથે સંપર્કમાં રહ્યા. એવામાં આપણો સવાલ છે કે શું તમે યૂનિટેકથી બે સંપત્તીઓ લીધી હતી. એક સંપત્તીની કિંમત 1.44 કરોડ રૂપિયાની હતી, તેઓ બીજી સંપત્તિ 5.6 કરોડ રૂપિયાની હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news