રતન ટાટાની વસિયતમાં એવું શું છે? જે 100 વર્ષ પહેલા લખીને ગયા હતા ગ્વાલિયરના મહારાજા

રતન ટાટા તેમના જર્મન શેફર્ડ ટીટોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને પ્રાણીઓ માટે કેટલો પ્રેમ હતો તે એક ઉદાહરણ પરથી સમજી શકાય છે. વર્ષ 2018 માં બ્રિટિશ શાહી પરિવારે રતન ટાટાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાનું નક્કી કર્યું.

રતન ટાટાની વસિયતમાં એવું શું છે? જે 100 વર્ષ પહેલા લખીને ગયા હતા ગ્વાલિયરના મહારાજા

Madhavrao Scindia: રતન ટાટાની વસિયત સામે આવી ગઈ છે. ટાટા ગ્રૂપના ચેરમેન રહી ચૂકેલા રતન ટાટાએ પોતાની વસિયતમાં કંઈક એવું જ કર્યું છે જેવું ગ્વાલિયરના રાજવી પરિવારના મહારાજા માધો રાવ સિંધિયાએ કર્યું હતું. લગભગ 100 વર્ષ પહેલાં તે વસિયતની પણ ખૂબ ચર્ચા થઈ હતી. રતન ટાટાએ પોતાની વસિયતમાં પોતાના પાલતુ શ્વાન ટીટોનું નામ પણ સામેલ કર્યું છે. વસિયતમાં કહેવામાં આવ્યું છે કે રતન ટાટાના ગયા પછી તેમના પાલતુ શ્વાનની આખી જીંદગી સંભાળ રાખવામાં આવશે અને તમામ સુખ-સુવિધાઓ આપવામાં આવશે.

ઠુકરાવી દીધો હતો બ્રિટિશ રાજવી પરિવારનો એવોર્ડ
રતન ટાટા તેમના જર્મન શેફર્ડ ટીટોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને પ્રાણીઓ માટે કેટલો પ્રેમ હતો તે એક ઉદાહરણ પરથી સમજી શકાય છે. વર્ષ 2018 માં બ્રિટિશ શાહી પરિવારે રતન ટાટાને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાનું નક્કી કર્યું. રતન ટાટાએ તે એવોર્ડ ફગાવી દીધો હતો. તેનું કારણ હતું તેનો પાલતુ શ્વાન. રતન ટાટાના નજીકના મિત્ર ઉદ્યોગપતિ સુહેલ સેઠે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા રતન ટાટાને બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ઓફ વેલ્સ તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળવાનો હતો. તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. હું લંડન પહોંચી ગયો હતો. રતન ટાટા પણ આવવા તૈયાર હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમના પાલતુ શ્વાનની તબિયત બગડી હતી.

રતન ટાટા લંડન જવાને બદલે પોતાના પાલતુ શ્વાનનું ધ્યાન રાખવા માટે રોકાઈ ગયા. સુહેલ સેઠ કહે છે કે જ્યારે હું લંડન પહોંચ્યો ત્યારે મેં જોયું કે રતન ટાટાના 11 મિસ્ડ કોલ આવ્યા હતા. જ્યારે મેં પાછો ફોન કર્યો ત્યારે ટાટાએ કહ્યું, 'સોરી, હું આવી શકીશ નહીં...મારે તેની સંભાળ રાખવી પડશે...'

હવે માધો રાવ સિંધિયાની કહાની
રતન ટાટાને જેવો લગાવ પોતાના પાલતુ શ્વાન સાથે હતો, તેમ ગ્વાલિયરના રાજવી પરિવારના મહારાજા માધો રાવ સિંધિયાને પણ તેમના પાલતુ શ્વાન પ્રત્યે એવો જ લગાવ હતો. માધો રાવ પોતાના પાલતુ શ્વાનને એટલો જ પ્રેમ કરતા હતા, જ્યાં પણ જતા હતા તે પોતાની સાથે લઈ જતા હતા. 1925 માં જ્યારે મહારાજા માધો રાવ પેરિસમાં બીમાર પડ્યા ત્યારે તેઓ તેમના પાલતુ શ્વાન વિશે સૌથી વધુ ચિંતિત હતા. તે વિચારતા હતા કે તેમના પછી તેમના પાલતુ શ્વાન હુસુનું શું થશે.

વસિયતમાં શ્વાન માટે પૈસા છોડીને ગયા મહારાજા
રાશિદ કિદવઈ તેમના પુસ્તક 'ધ હાઉસ ઓફ સિંધિયા'માં લખે છે કે મહારાજ માધો રાવ સિંધિયાએ તેમના સૌથી વરિષ્ઠ મહારાણી ચિનકુ રાજેને બોલાવ્યા અને કહ્યું કે જો હું મરી જાઉ તો હુસ્સૂની સંભાળમાં કોઈ કમી ન થવી જોઈએ. તેને દરેક આરામ અને સુવિધા મળવી જોઈએ. 5 જૂન 1925ના રોજ તેમના મૃત્યુ પહેલા માધો રાવે તેમની વસિયત લખી હતી. આમાં તેમણે ખાસ કરીને તેમના પાલતુ શ્વાન હુસ્સૂનો ઉલ્લેખ કર્યો અને તેની સંભાળ માટે મોટી રકમ છોડીને ગયા.

માધો રાવ સિંધિયાના મૃત્યુ પછી તેમનો પાલતુ શ્વાન હુસ્સૂ 5 વર્ષ 7 મહિના અને 18 દિવસ જીવતો રહ્યો. તે મહારાજને ક્યારેય ભૂલી ના શક્યો. રશીદ કિદવાઈ લખે છે કે હુસ્સૂ દરરોજ ગ્વાલિયરના મહેલમાં મહારાજ માધો રાવ સિંધિયાના બેડરૂમમાં જતો હતો. નવેમ્બર 1930 માં જ્યારે હુસ્સૂનું અવસાન થયું, ત્યારે મહારાણી ચિનકૂ રાજે ગ્વાલિયરમાં વૈભવી રીતે તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા અને એક સ્મારક પણ બાંધવામાં આવ્યું. જે આજે પણ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news