દોડીને વાજપેયીને ભેટી પડ્યા હતાં નરેન્દ્ર મોદી, ખાસ જુઓ દુર્લભ VIDEO 

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત આજે પણ અત્યંત નાજુક કહેવાઈ રહી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં તેમના સ્વાસ્થ્ય અંગે 11 વાગે રજુ થયેલા મેડિકલ બુલેટિનમાં તેમની તબિયત હજુ પણ નાજુક છે એમ જણાવાયું છે.

દોડીને વાજપેયીને ભેટી પડ્યા હતાં નરેન્દ્ર મોદી, ખાસ જુઓ દુર્લભ VIDEO 

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત આજે પણ અત્યંત નાજુક કહેવાઈ રહી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં તેમના સ્વાસ્થ્ય અંગે 11 વાગે રજુ થયેલા મેડિકલ બુલેટિનમાં તેમની તબિયત હજુ પણ નાજુક છે એમ જણાવાયું છે. રાતે જેવી હતી તેવી જ સ્થિતિ છે. કોઈ ફેરફાર નથી. તેઓ છેલ્લા 9 અઠવાડિયાથી એમ્સમાં દાખલ છે. હાલ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. આજે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ એમ્સ જઈને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી હતી. અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા પણ ગયા હતાં.

હાલ અટલ બિહારી વાજપેયી સંબંધિત નિવેદનો, ભાષણો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકો તેમના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને યાદ કરવાની કોશિશ કરી રહ્યાં છે. આવામાં એક દુર્લભ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. 

હકીકતમાં આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી પણ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિલ્હી સ્થિત ભાજપના કાર્યાલયમાં વાજપેયી પગપાળા જઈ રહ્યાં છે અને ત્યારે જ તેમની નજર પીએમ મોદી પર પડે છે. તેઓ તેમને પાસે આવવાનો ઈશારો કરે છે. નરેન્દ્ર મોદી ભાગીને વાજપેયી પાસે આવે છે અને તેમને વળગી પડે છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાજપેયી હાથેથી નરેન્દ્ર મોદીની પીઠ થપથપાવે છે. આ જોઈને એમ લાગે છે કે તેઓ કોઈ સારા કામ અંગે તેમને શાબાશી આપી રહ્યાં છે. યુટ્યૂબ પર આ વીડિયો અનેક લોકોએ અપલોડ કર્યો છે. પરંતુ અહીં 'ધ લોજિકલ ઈન્ડિયન' દ્વારા અપલોડ કરાયેલો વીડિયો રજુ કરાયો છે. 

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે વાજપેયીની તબિયતની જાણકારી મેળવવા માટે એમ્સ પહોંચ્યા હતાં. વાજપેયી ડાયાબિટિસના દર્દી છે. તેમનો 11 જૂનથી એમ્સમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેમનો જન્મ 1924માં થયો હતો. એમ્સમાં ડો. રણદીપ ગુલેરિયાની નિગરાણીમાં તેમની સારવાર થઈ રહી છે. જેઓ એમ્સના ડાઈરેક્ટર પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news