મતદાન માટે ફ્રી કેબ અને મળશે ઓટો સર્વિસ : ફક્ત એક ફોન કરી લો, આ કંપનીની જાહેરાત
Rapido Free Ride: કંપનીએ 'રાઇડ રિસ્પોન્સિબિલિટી' પહેલ હેઠળ, કર્ણાટકમાં મતદાનના દિવસે અપંગ અને વરિષ્ઠ નાગરિક મતદારોને મફત બાઇક ટેક્સી, ઓટો અને કેબ પ્રદાન કરવાની જાહેરાત કરી છે. આ પહેલને ઘણાએ આવકારી છે.
Trending Photos
Rapido Big Announcement: ઓનલાઈન ટેક્સી બુકિંગની સુવિધા આપતી કંપની Rapidoએ તેની લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ 'રાઈડ રિસ્પોન્સિબિલિટી' પહેલ હેઠળ કર્ણાટકમાં મતદાનના દિવસે અપંગ અને વરિષ્ઠ નાગરિક મતદારોને મફત બાઇક ટેક્સી, ઓટો અને કેબ આપવાની જાહેરાત કરી છે. આ સેવા ફક્ત કર્ણાટક રાજ્યમાં જ રહેશે. તેનાથી વરિષ્ઠ નાગરિકોને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સરળતા રહેશે.
Vastu Tips: જો તમારા ઘરમાં પણ આ વૃક્ષો કે છોડ હોય તો ઉઘાડી ફેંકજો, નહીંતર છિનવી લેશે
RBIનો ઝટકો! બેંક ન તો ક્રેડિટ કાર્ડ આપી શકશે ના ઓનલાઈન નવા ગ્રાહકો બનાવી શકશે
વરિષ્ઠ નાગરિકોને સેવા મળશે
કંપનીના જણાવ્યા અનુસાર, બેંગલુરુ, મૈસુરુ અને મેંગલુરુના મતદારો 26 એપ્રિલના રોજ 'VOTE NOW' કોડનો ઉપયોગ કરીને મતદાન મથકોની મફત મુસાફરીનો લાભ લઈ શકશે. રેપિડો ભારતના ચૂંટણી પંચ (ECI) અને બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) સાથે મળીને બેંગલુરુમાં શારીરિક રીતે અશક્ત અને વરિષ્ઠ નાગરિક મતદારોને મફત ઓટો અને કેબ સવારી આપીને સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની સહભાગિતાને પ્રોત્સાહન આપશે.
લોકસભા ચૂંટણી દરમિયાન મોટી પહેલ
રેપિડોના સહ-સ્થાપક પવન ગુંટુપલ્લીએ જણાવ્યું હતું કે આ પગલાંનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિકલાંગ અને વરિષ્ઠ મતદારોને તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવાની સમાન તકો મળે.
લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર
9 વર્ષમાં 100 કરોડની રાઈડનો આંકડો પૂરો કર્યો
ભારતની અગ્રણી કોમ્યુટ એપ રેપિડોએ 120 શહેરોમાં 100 કરોડ રાઇડ્સનો માઇલસ્ટોન હાંસલ કરીને દેશના પરિવહન ક્ષેત્રે એક અનોખી છાપ છોડી છે. 2015 માં તેની શરૂઆત થઈ ત્યારથી Rapido રોજગાર નિર્માણમાં એક મુખ્ય પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે.
ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો
ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખશો તો બની જશે "ઝેર", ભૂલ કરી તો પરિવાર ભોગવશે
પુરૂષ અને મહિલા રાઇડર્સ સહિત આશરે 1.4 કરોડ કેપ્ટન સાથે, રેપિડો ગીગ વર્કર્સને સશક્ત બનાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે વિકસિત થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે