કળયુગનું કલંક : વાસનાના ઘોડાપુરમાં અભડાઈ ગયો અત્યંત પવિત્ર સંબંધ
ચોંકાવનારી ઘટનામાં 11 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની છે
Trending Photos
નવી દિલ્હી/સીધી : મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક 35 વર્ષીય મામાએ પોતાની 11 વર્ષની સગી ભાણેજને પોતાની હવસનો ભોગ બનાવી છે અને પવિત્ર સંબંધ પર કલંક લગાવી દીધું છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ઘટના બેલહદ ગામમાં બની હતી. અહીં બલરાજ સાકેત નામનો યુવક પોતાની બહેનના ઘરે આવ્યો હતો. તેની બહેન પુજા કરવા માટે પોતાની દીકરીને ઘરે મૂકીને મંદિર ગઈ હતી. આ સમયે ભાણેજને એકલી જોઈને મામાએ 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું. બાળકીની માતા જ્યારે મંદિરથી ઘરે આવી ત્યારે તેને આ ચોંકાવનારી ઘટનાની માહિતી મળી હતી. આખરે મહિલાએ તેના ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને એના પર ભારતીય દંડ સંહિતાની કલમ 342, 376 અને પોક્સો એક્ટ અંતર્ગત મામલો નોંધાવામાં આવ્યો છે. આ બાળકીની માતા પણ ભારે ગુસ્સામાં છે અને તે આરોપીને ભારે કડક સજા દેવાની માગણી કરી રહી છે.
બેલહદ ગામમાં આ વાતની જાણ થતા તમામ ગામલોકો ભારે ગુસ્સે થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશને આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરોપીના પરિવારજનો પણ આ મામલે ગુસ્સામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે