તમામ હદો પાર...કોંગ્રેસના નેતાએ PM મોદીના જન્મદિવસે કરી અપમાનજનક ટિપ્પણી

આજે પીએમ મોદીનો 70મો જન્મદિવસ છે. આખો દેશ અને દુનિયા પીએમ મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આજે એકવાર ફરીથી પીએમ મોદીનું અપમાન કર્યું છે.

તમામ હદો પાર...કોંગ્રેસના નેતાએ PM મોદીના જન્મદિવસે કરી અપમાનજનક ટિપ્પણી

નવી દિલ્હી: આજે પીએમ મોદીનો 70મો જન્મદિવસ છે. આખો દેશ અને દુનિયા પીએમ મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આજે એકવાર ફરીથી પીએમ મોદીનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ તમામ હદો પાર કરતા સરકાર ચલાવવાને લઈને પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. રણદીપ સૂરજેવાલાએ પીએમ મોદીની સરખામણી બંદર સાથે કરી. સૂરજેવાલાએ કહ્યું કે 'અબકી બાર-બંદર કે હાથમે ઉસ્તરા સરકાર'.

સૂરજેવાલાએ કહ્યું કે ખેડૂતની આવક બમણી થવા અંગે-ખબર નથી, ખેડૂતની આવક ક્યારે બમણી થશે- ખબર નથી. કોરોનાથી ખેડૂતની આવક પર શું અસર-ખબર નથી, કેટલા પ્રવાસી મજૂરો માર્યા ગયા-ખબર નથી. આ છે મોદી સરકારના સંસદમાં જવાબ. આથી તો દેશ કેવી રીતે ચાલે છે-તેમને ખબર નથી. 'અબકી બાર-બંદર કે હાથમે ઉસ્તરા સરકાર'.

No description available.

કોંગ્રેસે પીએમ મોદીનું અપમાન કર્યું એવું કઈ આ પહેલીવાર નથી બન્યું. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ અગાઉ પીએમ મોદીની સરખામણી બંદર સાથે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news