કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન, ચિરાગે કહ્યું- Miss you Papa...

કેન્દ્રીય મંત્રી અને લોજપા નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. તે ગત કેટલાક દિવસોથી બિમાર હતા. તાજેતરમાં જ તેમની હાર્ટ સર્જરી થઇ હતી. 74 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. 

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન, ચિરાગે કહ્યું- Miss you Papa...

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને લોજપા નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. તે ગત કેટલાક દિવસોથી બિમાર હતા. તાજેતરમાં જ તેમની હાર્ટ સર્જરી થઇ હતી. 74 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. 

તેમણે કહ્યું કે પાપા.. હવે તમે આ દુનિયામાં નથી પરંતુ મને ખબર છે તમે જ્યાં પણ છો હંમેશા મારી સાથે છો. 
 

— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 8, 2020

રેકોર્ડ મતોથી જીત્યો હતો ચૂંટણી
5 જુલાઇ 1946ના રોજ જન્મેલા રામવિલાસ પાસવાન સતત નવ વાર લોકસભાના સાંસદ બન્યા. 1977ની ચૂંટણીમાં બિહારના હાજીપુરથી તેમણે રેકોર્ડ સાડા પાંચ લાખ મતોથી વધુ વોટોથી ચૂંટણી જીતી હતી. તે રેકોર્ડને લાંબા સમય સુધી કોઇ તોડી શક્યું નથી. સત્તાની ગલીઓમાં રામવિલાસ પાસવાનની ભૂમિકા હંમેશા કિંગમેકરની બની રહી. તે અટલ બિહારી વાજપાઇના દૌરમાં પણ મંત્રી રહ્યા. 2004માં તેમણે એનડીએ સાથે નાતો તોડ્યો. 2005માં તેમણે લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કર્યું અને તે વર્ષે બિહાર થયેલા વિધાનસભા ચૂંટણીમાં તેમણે 29 સીટો જીતીને બધાને હૈરાન કરી દીધા. ત્યારબાદ તે યૂપીએ સાથે જોડાઇ ગયા. 

2014 ની સામાન્ય ચૂંટણી પહેલાં તે ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ ગયા. 2019ની સામાન્ય ચૂંટણીમાં લોજપાએ છ સીટો પર બિહારમાં ચૂંટણી લડી અને તમામ સીટો પર જીત પ્રાપ્ત કરી. રામવિલાસ પોતે ચૂંટણી મેદાનમાં ન રહ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news