કંગના રનૌતને મળ્યા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, રાજકારણમાં ઉતરવા માટે આપ્યું આમંત્રણ

આરપીઆઇ નેતાએ મુલાકાત બાદ જણાવ્યું કે 'કંગના રનૌત સાથે મુલાકાત બાદ તેમને મેં જણાવ્યું કે મુંબઇમાં તેમને ડરવાની જરૂર નથી. મુંબઇ બધાની છે. કંગના રનૌત સાથે મારી પાર્ટી હંમેશા રહેશે.

કંગના રનૌતને મળ્યા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, રાજકારણમાં ઉતરવા માટે આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale)એ અભિનેત્રી કંગના રનૌત સાથે મુલાકાત કરી. બીએમસી દ્વારા કંગના રનૌતના બંગલા પર ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવાની કાર્યવાહીના બીજા દિવસે આઠવલેએ કંગના રનૌતના ઘરે તેમની સાથે મુલાકાત કરી. આઠવલેએ કંગનાને સુરક્ષાનો વાયદો કરતાં કહ્યું કે જો તે રાજકારણમાં આવવા માંગે છે તો ભાજપ અને આરપીઆઇ તેમનું સ્વાગત કરે છે. 

— ANI (@ANI) September 10, 2020

શું રાજકારણમાં આવશે કંગના
આઠવલેએ કહ્યું કે 'કંગનાએ સ્પષ્ટ કહ્યું છે કે તે રાજકારણમાં રસ ધરાવતી નથી અને જ્યાં સુધી તે ફિલ્મોમાં કામ કરી રહી છે, ત્યાં સુધી રાજકારણમાં જોડાવવાની ઇચ્છા નથી. પરંતુ જો તે ભાજપ અથવા આરપીઆઇ જોઇન કરવા માંગે છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. રામદાસ આઠવલે અને કંગના વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત થઇ. 

— ANI (@ANI) September 10, 2020

કંગનાને થયું ભારે નુકસાન
આરપીઆઇ નેતાએ મુલાકાત બાદ જણાવ્યું કે 'કંગના રનૌત સાથે મુલાકાત બાદ તેમને મેં જણાવ્યું કે મુંબઇમાં તેમને ડરવાની જરૂર નથી. મુંબઇ બધાની છે. કંગના રનૌત સાથે મારી પાર્ટી હંમેશા રહેશે. કંગના રનૌતએ જણાવ્યું કે તેમની ઓફીસની અંદર પણ તોડફોડ કરવામાં આવી છે. તેમના ઓફીસના ફર્નિચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કંગના રનૌતએ ભારે નુકસાનની વાત કરી છે.'

— ANI (@ANI) September 10, 2020

મુંબઇને ગણાવ્યું હતું PoK
નેતાએ અભિનેતાનું સમર્થન કર્યું અને બુધવારે તે મુંબઇ એરપોર્ટ પર પહોંચતાં સુરક્ષા પુરી પાડવાની માંગ કરી હતી. જોકે કેન્દ્રીય મંત્રીએ આ પહેલાં કહ્યું હતું કે તે આ મુદ્દે શિવસેના સાથે ઝઘડાના કારણે કંગના રનૌતએ આપેલા નિવેદન સાથે સહમત નથી. કંગના રનૌતએ મુંબઇની તુલના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) સાથે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news