JNUમાં વિદ્યાર્થીઓને લીડરશીપ શિખવવા માટે રામાયણના કાર્યક્રમનું થશે આયોજન
Trending Photos
નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રામાયણ પર વિશેષ સત્રનું આયોજન થશે. રામાયણમાંથી લીડરશીપની કળા શીખવા માટે 2 અને 3 મેના રોજ જેએનયુમાં વિશેષ સત્રનું આયોજન સાંજે 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી થશે. આ વાતની જાણકારી જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ટ્વીટ કરીને આપી.
જેએનયુના વીસી એમ.જગદીશકુમારે ઝી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે રામાયણમાંથી નેૃતૃત્વનો ગુણ શીખવા માટે એક વેબિનારની જરૂરિયાત એટલા માટે છે કારણ કે મહાત્મા ગાંધીએ પોતે કહ્યું હતું કે ભગવાન રામથી મહાન કોઈ નથી. રામ નિરાકાર છે અને સમયથી કરતા ઘણા ઉપર છે. ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે ભગવાન રામે સત્ય, ન્યાય અને સમાનતાને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અપનાવવાનું શીખવાડ્યું છે. આ કોરોના સંકટકાળમાં પણ આપણે રામાયણથી ઘણું શીખી શકીએ છીએ.
About Rama, in 1946, Mahatma Gandhi said: He is one without a second. He alone is great. There is none greater than He. He is timeless, formless, stainless. Such is my Rama. He alone is my Lord and Master.” JNU organizes leadership lessons from Ramayana. All from JNU are welcome. pic.twitter.com/lWAz98E7rB
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 28, 2020
લોકડાઉનને ધ્યાનમાં રાખતા જેએનયુમાં આ કાર્યક્રમ ઝૂમ એપના માધ્યમથી આયોજિત કરવામાં આવશે. જેનાથી અનેક લોકો ચર્ચામાં જોડાઈ શકશે. આ પ્રોગ્રામનું લાઈવ પણ થશે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યક્રમમાં ભાગ લઈ શકે.
જુઓ LIVE TV
આ કાર્યક્રમના આયોજક જેએનયુમાં સ્કૂલ ઓફ સંસ્કૃત એન્ડ ઈન્ડિક સ્ટડીઝના પ્રોફેસર સંતોષકુમાર શુક્લા અને સ્કૂલ ઓફ લેન્ગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચરલ સ્ટડીઝના પ્રોફેસર મઝહર આસિફ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે