Ramadan 2023: સાઉદી અરેબિયામાં આજે જોવામાં આવશે ચાંદ, જાણો ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન?

Ramadan 2023: ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવાનો છે. રમઝાન મહિનો પૂરો થયા બાદ સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર મનાવવામાં આવશે. હાલમાં ભારતમાં પહેલો રોઝા 22 માર્ચને બુધવાર હોય કે 23 માર્ચ ગુરુવારે, દરેક ઘરમાં આ વાતની ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ ભારતમાં પ્રથમ રોઝા ક્યારે છે.

Ramadan 2023: સાઉદી અરેબિયામાં આજે જોવામાં આવશે ચાંદ, જાણો ભારતમાં ક્યારે શરુ થાય છે રમઝાન?

Ramadan 2023: ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવાનો છે. રમઝાન બાદ ઈદનો તહેવાર મનાવવામાં આવશે. મુસ્લિમો રમઝાનમાં રોઝા રાખે છે, જે સાંજે ઇફ્તારીમાં ઘણી સાવચેતી સાથે ખોલવામાં આવે છે. વિશ્વમાં ઇસ્લામનું કેન્દ્ર કહેવાતા સાઉદી અરેબિયામાં આજે એટલે કે મંગળવાર, 21 માર્ચે ચાંદ જોવા મળશે. જો મંગળવારના રોજ સાઉદીમાં ચાંદ જોવા મળશે તો બુધવારે પહેલો રોઝા કરાશે.

સાઉદી અરેબિયા, UAE અને અન્ય ગલ્ફ દેશો વૈશ્વિક સમયને કારણે ભારત કરતાં એક દિવસ આગળ ચાલે છે. સાઉદીમાં ઉપવાસ શરૂ થયાના એક દિવસ બાદ જ ભારતમાં રમઝાનનો મહિનો શરૂ થાય છે. આવી સ્થિતિમાં, જો સાઉદી અરેબિયામાં બુધવારે પ્રથમ રોઝા રાખવામાં આવે છે, તો ભારતમાં ગુરુવારે પ્રથમ રોઝા કરવામાં આવશે.

મુસ્લિમો માટે ફરીથી શરૂ થશે સેહરી-ઇફ્તારીનો દૌર
રમઝાન મહિનામાં રોઝા રાખવા માટે સવારે સૂર્યોદય પહેલા સેહરી કરવામાં આવે છે. સેહરીમાં દૂધ, ફળ અથવા અનાજમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરી શકાય છે. સેહરી પછી દુઆ કરવામાં આવે છે, ત્યારબાદ રોઝા શરૂ થાય છે. રોઝા શરૂ થયા પછી, વ્યક્તિને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ પીવાની  મંજૂરી હોતી નથી. સાંજે, મગરીબની નમાજ પહેલા, રોઝા ખોલવામાં આવે છે.

ઈફ્તારમાં પણ ફળ, દૂધથી લઈને અનાજ સુધીની વસ્તુઓનું સેવન કરી શકાય છે. સાંજે રોઝા ખોલ્યા પછી બીજા દિવસે સવારે સેહરી સુધી માત્ર ખાવા-પીવાનો સમય હોય છે. જો કે કોઈ આપાતકાલીન સ્થિતિ હોય તો રોઝા અધવચ્ચે તોડી શકાય છે.

રમઝાન મહિનો શા માટે ખાસ છે?
રમઝાનને મુસ્લિમોનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં રોઝાની સાથે, સાચા હૃદયથી અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે અને અલ્લાહ પાસે પાપોની માફી માંગવામાં આવે છે. આ સાથે આ મહિનામાં દાનનું પણ વિશેષ મહત્વ છે. આ મહિનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો ખુલ્લા દિલથી દાન કરે છે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news