2019માં વડાપ્રધાનનું પદ ખાલી નથી વિપક્ષ 2024 માટે મહેનત શરૂ કરે : પાસવાન
રામ વિલાસ પાસવાને કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારની છેલ્લા ચાર વર્ષની ઉપલબ્ધીઓ એટલી છે કે આટલું કામ છેલ્લા 70 વર્ષમાં કોઇ સરકારે નથી કર્યુ
Trending Photos
ચંડીગઢ : કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને શનિવારે કહ્યું કે, 2019માં વડાપ્રધાન પદ માટે હાલ કોઇ ખાલી જગ્યા નથી અને વિપક્ષને 2024ને ધ્યાનમાં રાખીને મહેનત કરવી જોઇએ. સત્તાપક્ષમાં એનડીએમાં સહયોગી લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ પાસવાને કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારની ગત્ત ચાર વર્ષોની ઉપલબ્ધી સ્વતંત્રતા બાદ કોઇ અન્ય સરકારની ઉપલબ્ધીઓ કરતા વધારે છે.
પાસવાને દલિત મુદ્દા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સ્વિકાર્યું કે સરકારની સાથે પહેલા દલિતોનાં મુદ્દે ધારણા અંગે સમસ્યા નથી, જો કે તેનો ઉકેલ આવી ચુક્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીએ એનડીએ સરકારને ગરીબ દલિત અને ખેડૂતની સમર્થક સરકાર ગણાવી હતી. પાસવાને એનડીએના સહયોગી તરીકે તેના અનુભવ અને 2019ની ચૂંટણીમાં શું ભાજન સંગઠીત એનડીએ સરકારનો હિસ્સો રહેશે તે અંગે પુછાયેલા સવાલનાં જવાબમાં આ વાત કરી હતી.
પાસવાને કહ્યું કે, મોદી સરકાર છેલ્લા ચાર વર્ષોથી સત્તામાં છે અને જો તેનો સમયગાળા દરમિયાન આ સરકારની ઉપલબ્ધીઓ ગણશો તો સ્વતંત્રતા બાદની કોઇ પણ અન્ય સરકારનો કાર્યકાળ આટલો સુંદર રહ્યો નથી.
વડાપ્રધાન પર નથી કોઇ આરોપ
પાસવાને કહ્યું કે, વડાપ્રધાન પર કોઇ જ આરો પનથી. તેઓ સાધારણ પૃષ્ટ ભુમિમાંથી આવે છે. 24 કલાકમાં તેઓ 20 કલાક કામ કરે છે. આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. તે ગરીબો માટે જનધન યોજના, ભારત હવે આર્થિક મહાશક્તિ બનવા જઇ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે