200 ભાગલાવાદી નેતા હોટલમાં નજરકેદ, દરેક કાશ્મીરી દેશ વિરોધી નથી: રામ માધવ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શુક્રવારે કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયુ છે. તે દેશના કોઈ પણ અન્ય રાજ્યની જેમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે શુક્રવારે કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની ગયુ છે. તે દેશના કોઈ પણ અન્ય રાજ્યની જેમ છે. બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યાં છે. લદાખીઓ ખુબ ખુશ છે. તેઓ ખુબ આનંદિત છે. કારણ કે આ તેમની લાંબા સમયથી પેન્ડિંગ માગણી હતી. ભાજપના નેતાએ સ્વીકાર્યું કે કાશ્મીર ખીણમાં કેટલીક સમસ્યા છે. તેમનું ધ્યાન રખાશે. તેને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે પતાવવામાં આવશે.
Ram Madhav, BJP National General Secretary: In Jammu & Kashmir, Jammu region is happy that they have been finally able to fully integrate with the rest of the country. There are issues in Kashmir valley. They'll be taken care of, they'll be dealt with utmost sensitivity. (04.10) https://t.co/FrDT0pMBdt
— ANI (@ANI) October 4, 2019
ભાજપના નેતાએ રાષ્ટ્રીય એક્તા અભિયાનને સંબોધતા કહ્યું કે દરેક કાશ્મીરી રાષ્ટ્ર વિરોધી નથી અને દરેક કાશ્મીરી ભાગલાવાદી નથી. તેઓ તમારા અને મારા જેવા છે. અમે આ પગલું ભર્યું (કલમ 370 હટાવી) કારણ કે અમે જમ્મુ અને કાશ્મીરના લોકોને વિકાસના અધિકાર, રાજકીય હક અને ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર આપવા માંગતા હતાં.
એક પણ જીવ ગયો નથી
રામ માધવે કહ્યું કે છેલ્લા બે મહિનામાં સુરક્ષા દળોના કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. કલમ 370 હટાવવાના નિર્ણયની પ્રભાવશીલતા અંગે કાશ્મીરના લોકોને જલદી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલેથી જ કાશ્મીરના લોકોના એક મોટા ભાગે તેને બિરદાવવાનું શરૂ કરી દીધુ છે.
જુઓ LIVE TV
200 નેતાઓ નજરકેદ
રામ માધવે કહ્યું કે રાજ્યમાં 200થી વધુ નેતાઓને નજરકેદ કરાયા છે. તેમને ફાઈવ સ્ટાર હોટલમાં નજરકેદ કરાયા છે. આ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે એક અસ્થાયી ઉપાય છે. બે મહિના માટે જેલમાં બંધ છે 200 લોકો અને સમગ્ર રાજ્યમાં શાંતિ છવાયેલી છે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટના રોજ કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રાજ્યમાંથી હટાવી હતી. જેના કારણે રાજ્યને અપાયેલા વિશેષ અધિકાર પાછા ખેંચાયા હતાં અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરી દેવાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે