અમે રામ નામે ક્યારે પણ મત નથી માંગ્યા અને ન માંગીશું: સંજય રાઉત
Trending Photos
અયોધ્યા : શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે, પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગત્ત વર્ષે નવેમ્બરમાં કરેલું વચન પુર્ણ કરી રહ્યા છે કે તેઓ ચૂંટણી બાદ અહીં ફરીથી આવશે. તેમણે રામલલાને રાજનીતિનો નહી પરંતુ આસ્થાનો વિષય ગણાવ્યો હતો. રાઉતે કહ્યું કે, રામલલા રાજનીતિનો વિષય નથી પરંતુ આસ્થાનો મુદ્દો છે. અમે રામના નામે મત નથી માંગ્યો અને અન તો ભવિષ્યમાં માંગશે. જ્યારે તેઓ (ઉદ્ધવ) નવેમ્બરમાં અયોધ્યામાં આવ્યા હતા તો ચૂંટણી બાદ ફરી આવવાનો વાયદો કર્યો હતો. તેઓ પોતાનું વચન પુર્ણ કરી રહ્યા છે.
નીતિ પંચની બેઠકમાં ન્યુ ઇન્ડિયાનો રોડમેપ તૈયાર, 5 ટ્રિલયન ડોલરની ઇકોનોમિનું લક્ષ્ય
મોદી અને યોગીનાં નેતૃત્વમાં થશે નિર્માણ
અયોધ્યામાં રામ મંદિરન નિર્મા અંગે રાઉતે કહ્યું કે, મોદી અને યોગીનાં નેતૃત્વમાં તેનું નિર્માણ થશે. 2019નો બહુમતી રામ મંદિરન નિર્માણ માટે છે. રાજ્યસભામાં પણ 2020 સુધી અમારી બહુમતી થઇ જશે. ઉદ્ધવ રવિવારે સવારે અયોધ્યા પહોંચશે જ્યારે 18 નવનિર્વાચિત શિવસેના સાંસદ શનિવારે સાંજ સુધી પહોંચી જશે. ઠાકરે રામલલાનાં દર્શન પર પુજા અર્ચના કરશે. આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી થવાની છે. શિવસેનાએ ઠાકરેની પ્રસ્તાવિત યાત્રાને ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન માટે ભગવાન રામનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
યોગી આદિત્યનાથની પુજા અર્ચના
ગત્ત શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથ રામલલાનું પુજન કરવા માટે અયોધ્યા આવ્યા હતા. અયોધ્યાનાં એક સંગ્રહાલકમાં ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ યોગીએ કહ્યું કે, તે દરેક વ્યક્તિની ઇચ્છા છે કે રામ મંદિરન બને. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર હિંદી પટ્ટામાં એક ખુબ જ મહત્વનો મુદ્દો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે