Rakshabandhan: સંબંધોના રાજકીય દાવપેચ...અઠંગ રાજકારણી બન્યા આ ભાઈ-બહેન!

વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. તો વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. 

Rakshabandhan: સંબંધોના રાજકીય દાવપેચ...અઠંગ રાજકારણી બન્યા આ ભાઈ-બહેન!

ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. તો વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. 

ભાઈ-બહેનના સંબંધ માટે સૌથી મોટો અને મહત્વનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. જે દિવસે બહેન ભાઈની સુરક્ષા અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. તો ભાઈ હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે. ભાઈ-બહેન ભલેને અલગ-અલગ પક્ષમાં હોય કે અલગ વિચારધારાના હોય પરંતુ આ તહેવાર તો તેઓ અચૂક ઉજવે છે. તો આજે વાત કરીશું આવી જ કેટલીક ખાસ જોડીઓની.

No description available.

રાહુલ ગાંધી - પ્રિયંકા ગાંધી:
વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચિત ભાઈ-બહેનની જોડી એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. વાત પરિવારની હોય કે રાજનીતિની. બંને હંમેશા એકબીજાનો સાથ આપે છે. રાજનૈતિક ગલિયારાઓમાં એ પણ ચર્ચા થતી રહી છે કે, કોંગ્રેસને કોણ સારી રીતે સંભાળી શકે છે? જો કે બંનેએ આ વાતને હસીને ટાળી છે.

No description available.

વસુંધરા રાજે- માધવરાવ સિંધિયા:
બહેન ભાજપમાંથી મુખ્યમંત્રી તો ભાઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી. ગ્વાલિયરના સિંધિયા પરિવારમાં જન્મેલા વસુંધરા રાજે સિંધિયા અને માધવરાવ ભાઈ બહેન છે. ભલે બંનેના પક્ષ અલગ-અલગ હોય પરંતુ પ્રેમ એટલો જ છે. અને હવે તો માધવરાવ સિંધિયા પુત્ર એટલે કે વસુંધરા રાજેના ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં આવી ગયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની રાજનીતિમાં આ ભાઈ-બહેનનો મહત્વનો રોલ છે.

No description available.

ઉમર અબ્દુલ્લા - સારા અબ્દુલ્લા પાયલટ:
જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સતત સમાચારોમાં રહે છે. તેમની એક બહેન પણ છે. મોટી વાત એ છે કે સારા અબ્દુલ્લાના લગ્ન સચિન પાયલટ સાથે થયા છે. આ લગ્નનો અબ્દુલ્લા પરિવારે ખૂબ જ વિરોધ કર્યો હતો. બંને પરિવાર રાજનીતિમાં શીર્ષ સ્થાન પર છે. બાદમાં સચિન અને સારાના લગ્ન થયા. આ બંને ભાઈ-બહેનનો સંબંધ રાજનીતિના ગલિયારામાં ચર્ચાના સ્થાને રહે છે.

No description available.

જવાહરલાલ નહેરુ - વિજય લક્ષ્મી પંડિત:
સંબંધો અને રાજનીતિના બંધનનો ઉત્તમ ઉદાહરણ છે પૂર્વ પીએમ જવાહર લાલ નહેરુ અને તેની મોટી બહેન વિજયલક્ષ્મી પંડિતનો સફળ સંબંધ. કહેવામાં આવે છે કે, ભારતના ઈતિહાસમાં આવી શક્તિશાળી જોડી ક્યારેય નથી થઈ, જેટલી આ બંનેની હતી. બંને વચ્ચે વિવાદો પણ થયા. પરંતુ બંનેના સંબંધો કાયમ રહ્યા.

No description available.

તેજસ્વી - તેજપ્રતાપ - મીસા:
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને 2 દીકરા અને એક દીકરી છે. જેમના વચ્ચેનો પ્રેમ મજબૂત છે. પરંતુ સત્તા પામવા માટે ટકરાવ પણ થતો રહે છે. સામાન્ય લોકોમાં તેમની છબી મજબૂત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news