ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર, IPL 2025ની તારીખ જાહેર; આ દિવસથી શરૂ થશે ટૂર્નામેન્ટ
IPL 2025 Date: દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટુર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી રમાશે.
Trending Photos
IPL 2025 Date: દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટુર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે અને 25 મે સુધી રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે મુંબઈમાં BCCIની સ્પેશિયલ એન્યુઅલ મીટિંગ (SGM) બાદ આ જાણકારી આપી છે.
25 મેના રોજ રમાશે ફાઈનલ
ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા રાજીવ શુક્લાએ કહ્યું કે, ઉદ્ઘાટન મેચની તારીખની સાથે-સાથે 25 મેના રોજ યોજાનારી ફાઈનલની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. IPL 2024ની શરૂઆત 22 માર્ચે થઈ હતી જ્યારે RCB અને CSK સામસામે હતા અને ફાઈનલ 26 મેના રોજ યોજાઈ હતી. જેમાં KKRએ ટ્રોફી જીતી હતી. બીજી તરફ સ્પોર્ટસ્ટારના રિપોર્ટ અનુસાર આ વખતે ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
BCCIની બેઠકમાં મોટા નિર્ણય
બીસીસીઆઈની આજની બેઠકમાં નવા ખજાનચી અને સેક્રેટરીની નિમણૂકને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નવા સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને નવા ખજાનચી તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની પસંદગી કરવામાં આવી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના સ્થળ અંગે લગભગ સ્પષ્ટતા આવી ગઈ છે. આ સિવાય IPLએ એક વર્ષ માટે નવા કમિશનરની નિમણૂકની જાહેરાત કરી છે. 18-19 જાન્યુઆરીએ યોજાનારી આગામી બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સાઉદી અરબમાં યોજાયું હતું ઓક્શન
સાઉદી અરબ જેદ્દામાં બે દિવસ સુધી યોજાયેલા IPL 2025ની મેગા ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ 639.15 કરોડમાં વેચાયા હતા. 10માંથી મોટાભાગની ટીમોએ તેમના મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા બાદ તેમની ટીમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પર 27 કરોડ રૂપિયામાં બોલી લાગી હતી તેની સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, ત્યારબાદ શ્રેયસ અય્યર (26.75 કરોડ રૂપિયા) અને વેંકટેશ ઐયર (23.75 કરોડ)નો નંબર આવે છે. આ દરમિયાન ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા કારણ કે તેમને કોઈ બિડ મળી ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે