Rakhi Gift: રક્ષાબંધન પર બહેનને ભેટમાં આપવા માટે આ 3 વસ્તુ ગણાય છે અત્યંત શુભ, ખાસ જાણો
Trending Photos
આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. હાલ તો કોરોનાના કારણે લોકો ઘરમાં જ રહેવા માટે મજબુર બની ગયા છે. મહામારીના કારણે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકતી નથી તો ભાઈ પણ પોતાની બહેનો માટે મનપસંદ ભેટ દર વર્ષની જેમ લઈ શકતા નથી. પરંતુ અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે જેનાથી તમારી નિરાશા ઓછી થશે અને રક્ષાબંધન ઉજવવા માટે નવા ઉત્સાહ સાથે ફરીથી ઊભા થઈ જશો.
રક્ષાબંધનને લઈને મનુસ્મૃતિમાં કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે. જેમાં બહેનોને અપાતી ભેટ વિશે પણ જણાવાયું છે. મનુસ્મૃતિમાં એવી 3 ચીજોનો ઉલ્લેખ કરાયો છે જે બહેનોને રક્ષાબંધનના પર્વ પર આપવાથી આ પવિત્ર સંબંધ વધુ મજબુત બને છે અને ભાઈ તથા બહેન બંનેની પ્રગતિ થાય છે. આવો જાણીએ આ ત્રણ ચીજો વિશે...
સુંદર કપડાં
સુંદર સુંદર કપડાં મહિલાઓની પહેલી પસંદ હોય છે અને રક્ષાબંધન પર જો તેમને ભેટમાં તેમની મનગમતા કપડાં આપવામાં આવે તો તેનાથી સારું શું હોઈ શકે? મહિલાઓને ઘરની લક્ષ્મી ગણવામાં આવી છે. ઘરની મહિલાઓનો હંમેશા આદર કરતા તેમને સમયાંતરે સારા કપડા આપતા રહેવું સારી વાત છે. જેનાથી માતા લક્ષ્મી તમને સદા પ્રગતિ કરાવે છે.
આભૂષણ
આજકાલ મહિલાઓને સુંદર કપડાંની સાથે સાથે જ્વેલરી પણ ખુબ ગમે છે. તમે રક્ષાબંધનના અવસરે તેમને ગમતા દાગીના આપીને તેમને પ્રસન્ન કરી શકો છે. તમે ઈચ્છો તો દાગીનાના સ્થાને સોના કે ચાંદીના સિક્કા પણ ભેટમાં આપી શકો છો.
મીઠા બોલ
મહિલાઓને તમે તેમનું સન્માન કરો અને સ્વાભિમાન સાચવો તે ખુબ ગમે છે. રક્ષાબંધનના અવસરે તેમના સન્માનમાં સારા શબ્દો બોલવા પણ કોઈ ભેટથી કમ નથી. આપણે આપણા ઘરમાં માતા, બહેન અને પત્નીને ક્યારેય અપમાનિત કરવા જોઈએ નહીં. માતા લક્ષ્મી એવા લોકોને બિલકુલ પસંદ નથી કરતી જે પોતાના ઘરની મહિલાઓ સાથે ઝગડા કરે છે અને તેમનું સન્માન નથી કરતા.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે