Delhi Violence: ખેડૂતોના આંદોલન પર ખેડૂત નેતા Rakesh Tikait એ આપ્યું અત્યંત મહત્વનું નિવેદન
ગણતંત્ર દિવસે ( Republic Day 2021) ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં જે કઈ થયું, લાલ કિલ્લા પર જે ઉત્પાત મચ્યો ત્યારબાદ હવે ખેડૂત આંદોલન કઈ દિશામાં જશે તેના પર સવાલ ઉઠ્યા છે. જેનો રાકેશ ટિકૈતે (Rakesh Tikait) જવાબ આપ્યો.
Trending Photos
ગાઝિયાબાદ: ગણતંત્ર દિવસ ( Republic Day 2021) પર પ્રદર્શનકારીઓ દ્વારા ટ્રેક્ટર પરેડ ( Tractor rally )ના નામે દેશની રાજધાનીમાં કરાયેલી બબાલ બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર સતત સવાલ ઉઠી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પ્રદર્શનકારીઓને પરેડ વખતે ડંડા સાથે લઈને આવવાનું કહે છે. ત્યારબાદ આરોપ લાગ્યો છે કે રાકેશ ટિકૈતે બબાલ માટે પ્રદર્શનકારીઓને ભડકાવ્યા અને આ બબાલ સુનિયોજિત હતી. ઝી ન્યૂઝે આ આરોપો પર રાકેશ ટિકૈત સાથે વાત કરી.
વાયરલ વીડિયો પર સ્પષ્ટતા
ગાઝીપુર બોર્ડર પર ઝી ન્યૂઝ સાથે વાતચીત કરતા રાકેશ ટિકૈતે( Rakesh Tikait ) કહ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ ઝંડા માટે ડંડા લાવવાની વાત કરે છે. આ સાથે જ દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે રાકેશ ટિકૈતે કહ્યું કે ટ્રેક્ટર રેલી (Tractor Parade) દરમિયાન ખેડૂતો પોતાના રૂટ પર જ ગયા હતા પરંતુ દિલ્હી (Delhi) પોલીસે તેમને દિલ્હીના રસ્તાઓના 'મકડીજાળ' માં ફસાવી દીધા. તેમના પર ટીયર ગેસ છોડ્યો અને મારપીટ થઈ.
આંદોલન ચાલુ રહેશે
વાયરલ વીડિયો પર સ્પષ્ટતા કરતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે તેમણે લાકડીની વાત નહીં ફક્ત ડંડા લાવવાની વાત કરી હતી. આંદોલન (Farmers Protest) થી કેટલાક ખેડૂત સંગઠનોએ સમર્થન પાછું ખેંચી લેતા આંદોલન પર પડનારી અસર પર રાકેશ ટિકૈતે કહ્યું કે જે સંગઠન ગયા છે તેઓ જતા જ તા કઈક તો આરોપ લગાવશે જ. રાકેશ ટિકૈતે કહ્યું કે પ્રદર્શનસ્થળ પર લાઈટ કનેક્શન કાપી નખાયા છે. તેને જોડવાની વાત કરાઈ છે. જો કે સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે આંદોલન ચાલુ રહેશે અને તેમની જે માંગણી હતી તે એ જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે