જે યુદ્ધવીર હોય છે તેઓ મરાયેલા લોકોની ગણત્રી નથી કરતા: ગૃહમંત્રી રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદની સામે લડવા માટે તમામ દળોને એકત્ર થઇને ઉભા રહેવું જોઇએ
Trending Photos
જયપુર : ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે, અમારી વાયુસેનાનાં જવાન ફાઇટર વિમાન લઇને એક મિશન હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળો પર સફાયો કરવા માટે ગયા હતા, કોઇ ફુલ વરસાવવા અને સેર સપાટા કરવા માટે નહોતા ગયા. રાજનાથે બ્યાવરમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, પહેલી વખત પાકિસ્તાનને આ અહેસાસ થયો હશે કે હવે આતંકવાદનો વ્યાપાર પાકિસ્તાનની ધરતી પર પણ બેખોફ થઇને બેરોકટોક થઇને ચલાવી શકાય છે.
સિંહે કહ્યું કે, જો પાકિસ્તાનની ધરતી પર આતંકવાદી ટ્રેનિંગ કેમ્પો ચાલતા રહેશે તો પાકિસ્તાનને તેની સૌથી મોટી કિંમત ચુકવવી પડશે અને એ વાતનો અહેસાસ અમારી સેનાના જવાનોએ પાકિસ્તાનને કરાવી દીધો છે.
કેટલાક લોકોને આઘાત લાગ્યો
તેમણે કહ્યું કે, જો કે દુખ ત્યારે થાય છે, ભારતે પાકિસ્તાનનાં આતંકવાદી સ્થળો પર કાર્યવાહી કરી તો પાકિસ્તાનની બોખલાહટ સમજી શકાય છે પરંતુ અહીં આપણા દેશમાં કેટલાક લોકોને આઘાત પહોંચ્યો છે. હવે તે લોકો પુરાવા માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે, વાયુસેનાનાં જવાનોએ ટાર્ગેટને નિશાન બનાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, હું સંખ્યા પુછનારાઓને કહેવા માંગુ છું કે જે યુદ્ધ વીર હોય છે તે માત્ર મારે છે ગણત્રી નથી કરતા.
ગૃહમંત્રીએ સાધ્યું નિશાન
આતંકવાદ અને આતંકવાદીઓ સંબંધમાં કોંગ્રેસનાં દોસ્તોનું વલણ એટલું ભ્રામક અને ખતરનાક છે કે કોંગ્રેસનાં કેટલાક નેતા ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓને પણ ઓસામાજી કહે છે, હાફીઝ સઇદને હાફીઝજી કહે છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓનાં સવાલ પર એવા લોકોની ન નીતિ સાફ હોય છે અને ન તો નીયત સાફ હોય છે. આતંકવાદના સવાલ પર એવા લોકોની નીતિ સ્પષ્ટ છે અને ન તો નીયત સાફ છે. આતંકવાદનો મુકાબલો કરવા માટે તમામ દળોએ એક થઇને ઉભા રહેવું જોઇએ.સિંહે કહ્યું કે અમારી સેનાના જવાનોએ ગત્ત પાંચ વર્ષોમાં ત્રણ વખત વિશ્વનાં બીજા દેશોની ધરતી પર જઇને આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે