ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં પ્રતિષ્ઠા માટે રમશે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ટીમે સિરીઝના પ્રથમ મેચમાં 41 રનથી અને બીજી વનડેમાં 5 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં પ્રતિષ્ઠા માટે રમશે ભારતીય મહિલા ટીમ

ગુવાહાટીઃ પોતાનો બેટ્સમેનોના ખરાબ ફોર્મની સમસ્યાનો સામનો કરી રહેલી ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રવિવારે ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં પોતાની ભૂલમાંથી શીખીને સન્માન બચાવવાના ઈરાદાથી ઉતરશે. વનડે સિરીઝ 2-1થી જીત્યા બાદ ભારતીય મહિલાઓએ લય ગુમાવી અને ઈંગ્લેન્ડે ટી20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતનો પ્રથમ મેચમાં 41 રનથી અને બીજી ટી20 મેચમાં 5 વિકેટથી પરાજય થયો હતો. ભારતનો ટી20 ક્રિકેટમાં આ સતત છઠ્ઠો પરાજય છે. ભારતીય ટીમ 50 ઓવરના ફોર્મેટમાં સારૂ રમી રહી છે પરંતુ ટી20માં તેણે પોતાના પ્રદર્શનમાં ખુબ સુધાર કરવો પડશે જ્યારે આગામી વર્ષે વિશ્વકપ રમાવાનો છે. 

આ પહેલા ન્યૂઝીલેન્ડે પણ તેને ટી20 સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. બે મેચોમાં ભારતીય ટીમ 120થી વધુ રન બનાવી શકી નથી. નિયમિત ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર હજુ ઈજામાંથી બહાર આવી નથી અને કાર્યવાહક કેપ્ટન સ્મૃતિ મંધાના 2 મેચોમાં 2 અને 12 રન બનાવી શકી છે. 

મિડલ ઓર્ડરમાં મિતાલી રાજ (20) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરી શકી નથી. મંધાનાએ કહ્યું, અમારા બોલરોએ ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ અમે 10-15 રન પાછળ રહી ગયા હતા. જો અમે એટલા રન બનાવી શક્યા હોત તો મેચનું પરિણામ અલગ હોત. 

ટીમઃ ભારત- સ્મૃતિ મંધાના (કેપ્ટન), મિતાલી રાજ, જેમિમા, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા, ભારતી ફુલમાલી, અનુજા પાટિલ, શિખા પાંડે, કોમલ જંજાદ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, વેદા કૃષ્ણામૂર્તિ, હરલીન. 

ઈંગ્લેન્ડઃ હીથર નાઇટ (કેપ્ટન), ટૈમી બ્યૂમોન્ટ, કૈથરીન બ્રંટ, કેટ ક્રાસ, સોફિયા ડંકલે બ્રાઉન, ફ્રેયા ડેવિસ, જાર્જિયા એલ્વિસ, એમી એલેન,  જોન્સ, લૌરા માર્શ, નતાલી સ્કિવેર, આન્યા શ્રબસોલે, લિનસે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news