રાજનાથ સિંહ બોલ્યા- રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન જે થયું તે દુખદ અને શરમજનક


આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, બંન્ને બિલ ઐતિહાસિક છે. માત્ર ભ્રામક તથ્યોના આધાર પર કિસાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

રાજનાથ સિંહ બોલ્યા- રાજ્યસભામાં કૃષિ બિલ પર ચર્ચા દરમિયાન જે થયું તે દુખદ અને શરમજનક

નવી દિલ્હીઃ કૃષિ સાથે જોડાયેલા બે બિલને ધ્વનિ મતથી રાજ્યસભામાં પાસ કરાવી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને કૃષી ઈતિહાસમાં મોટો દિવસ ગણાવી ચુક્યા છે. તો હવે કૃષિ બિલને લઈને કેન્દ્ર સરકારના છ મંત્રીઓએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, થાવર ચંદ ગેહલોત અને મુખ્તાર અબ્બાસ નકવીએ કૃષિ બિલને લઈને સરકારનો પક્ષ રાખ્યો હતો. 

આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, બંન્ને બિલ ઐતિહાસિક છે. માત્ર ભ્રામક તથ્યોના આધાર પર કિસાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બિલથી કિસાનોની આવક વધશે. કિસાનોની આવક બમણી કરતા તરફ આ મોટુ પગલું છે. 

— ANI (@ANI) September 20, 2020

તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનનો અનાદર કરવાના મુદ્દા પર રાજનાથ સિંહે કહ્યુ કે, આ ઘટના ખોટી હતી. આમ કરવાની જરૂર નહતી. આ દુખદ હતુ. સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન થયું. ડેપ્યુટી ચેરમેનની સાથે કરવામાં આવેલ આચરણ ખોટુ હતું. આસન પર ચઢવુ, રૂલ બુકને ફાડવી આ દુખદ હતું. મારી જાણકારીમાં સંસદીય ઈતિહાસ ક્યારેય આવી ઘટના ન તો લોકસભા અને ન તો રાજ્યસભામાં થઈ છે. જે પણ થયું, તે સંસદની ગરિમા અનુસાર થયું નથી. કેટલાક સાંસદો દ્વારા ડેપ્યુટી ચેરમેનની સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે નિંદા કરવા યોગ્ય છે. 

પીએમ મોદીએ કહ્યુ- ખેડૂતો માટે ઐતિહાસિક દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે એક મોટો દિવસ છે. સંસદમાં બે મહત્વના બિલ પાસ થવા પર હું આપણા પરિશ્રમી અન્નદાતાઓને શુભેચ્છા આપુ છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો કિસાન સશક્ત થશે.'

પીએમ મોદીએ કહ્યુ, દાયકાઓ સુધી આપણા કિસાન ભાઈ-બહેન ઘણા પ્રકારના બંધનોમાં ઝડકાયેલા હતા અને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને આ બધામાંથી આઝાદી મળી છે. તેનાથી કિસાનોની આવક બમણી કરવાના પ્રયાસોને બળ મળશે અને તેમની સમૃદ્ધિ નક્કી થશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news