લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસને ગરીબોના ‘ગ’ની પણ ખબર નથી- રાજનાથ સિંહ

ચૂંટણી સભા દરમિયાન રાજનાથસિંહે કોંગ્રેસને ગરીબી દૂર કરવાની કળા પીએમ મોદી પાસેથી સીખવાની સલાહ આપી હતી. સિહે કહ્યુ કે, જ્યારે ભારત કોંગ્રેસ મુક્ત થશે ત્યારે જ ગરીબી મુક્ત ભારત થશે.

લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસને ગરીબોના ‘ગ’ની પણ ખબર નથી- રાજનાથ સિંહ

રોનક વ્યાસ, બિકાનેર: રાજસ્થાનના બિકારનેરમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ગૃહમંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન બિકાનેરના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલને 24 કેરેટનું સોનું પણ કહ્યા હતા. બિકાનેરના સંસદીયા ક્ષેત્રમા સોમવારે રાજનાથ સિંહ દ્વારા જોરદાર જનસભાઓ સંબોધવામાં આવી હતી.

એક જનસભાને સંબોધન કરતા રાજનાથસિંહે કહ્યું કે, લોકસભાના તમારા ઉમેદવાર અર્જુનરામ મેઘવાલે તેના સમયગાળામાં ભારતની સંસદને પ્રેરિત કરવાનું કામ કર્યું છે. તમારો ઉમેદવાર 24 કેરેટનું સોનું છે.

ગેહલોત સરકાર પર સાધ્યું નિશાન
આ દરમિયાન રાજનાથસિંહે રાજસ્થાનની ગેહલોત સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, દેવું માફ થયું? રોજગાારી મળી? ભામાશાહ યોજના સમાપ્ત કરી દેવામાં આવી. કોંગ્રેસે સારી રીતે કામ કરી લીધું હો તો, દેશ પ્રગતિ કરતો હોત. ગાંધી પરિવાર દ્વારા ગરીબી હટાવામાં આવી રહી છે. પણ ગરીબી હટી નથી. કારણ કે, તેમને ગરીબીને ‘ગ’ પણ નથી ખબર

કોંગ્રેસ પીએમ મોદી પાસેથી સીખે ગરીબી સામેની લડાઇ
આ દરમિયાન રાજનાથ સિંહે કોંગ્રેસના નેતાઓને ગરીબી દૂર કરવા માટેની કળા પીએમ મોદી પાસેથી સિખવાની સલાહ આપી હતી. જ્યારે ભારત કોંગ્રેસ મુક્ત થશે ત્યારે જ ગરીબી મુક્ત ભારત થશે.

દુનિયામાં ભારત રહેશે આગળ
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, પીએમ મોદી એવી કડકાઇ કરવા માગે છે, કે રાજદ્રોહનો વિચાર કરનાર પર કંપી જાય. તેમણે કહ્યુ કે, આજે મોદીની પ્રશંસા આખી દુનિયામાં થઇ રહી છે. તેમણે કહ્યું કે 2030-31 આવાતા આવતા દેશની અર્થવ્યવસ્થાા દુનિયામાં ટોપ 3માં સામેલ હશે.

દેશ માટે થાય છે રાજનીતિ
રાાજનાથ સિંહે એ પણ કહ્યુ, કે તમારી નારાજગી હોઇ શકે છે. પરંતુ રાજનીતિ માત્ર સાંસદ, ધારસભ્યો બનાવા સુધી સીમિત નથી. રાજનીતિ દેશને બનાવવા માટે પણ કરવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news