Farmers Protest: કિસાન આંદોલનનો આવશે ઉકેલ, બસ વધુ બે દિવસ!

દિલ્હીની સરહદો પર ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે કિસાન યૂનિયને સરકારનો વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. ત્યારબાદ સરકાર તરફથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Farmers Protest: કિસાન આંદોલનનો આવશે ઉકેલ, બસ વધુ બે દિવસ!

નવી દિલ્હીઃ કિસાન આંદોલન (Farmers Protes) વચ્ચે કિસાન યૂનિયનોએ સરકારનો વાતચીતનો પ્રસ્તાર સ્વીકારી લીધો છે. કિસાનો દ્વારા વાતચીતનો પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ કૃષિ રાજ્યમંત્રીએ આ મુદ્દાનો ઉકેલ આવવાની આશા વ્યક્ત કરી છે. કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ કે, '29 તારીખે જો કિસાન પોતાના મનથી વાતચીત કરશે તો ચોક્કસપણે ઉકેલ આવશે. તેમણે કહ્યું કે, રાજકીય લોકો કિસાનોના ખભા પર બંદૂક રાખી નિશાન સાધવા ઈચ્છે છે.'

રાહુલ ગાંધી પર નિશાન
કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary)એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને વામપંથી લોકો કિસાનોની સમસ્યાનો ઉકેલ લાવવા ઈચ્છતા નથી. તેમણે કહ્યું, 'અન્નદાતા તો ચોક્કસપણે વધતા જશે પરંતુ રાહુલ ગાંધીની નજરોથી આગળ નહીં વધે કારણ કે રાહુલે તો આગમાં ઘી નાખવા અને ભડકાવવાનું કામ કર્યું છે. દેશની જનતાએ તેને નકારી દીધા છે.'

તો રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, જ્યારે પણ દેશમાં વ્યાપક સુધાર થયા છે તેની અસર દેખાવામાં થોડો સમય લાગ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં સુધારની શરૂઆત કરી છે, હું કિસાન ભાઈઓને અપીલ કરુ છું કે ઓછામાં ઓછા દોઢ-બે વર્ષ આ કૃષિ સુધારાની અસર જોઈ લો. તે દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે કે કિસાનોની જમીન કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી છીનવી લેવામાં આવશે. પરંતુ કોઈ કિસાનોની જમીન છીનવી શકશે નહીં. આ વ્યવસ્થા કૃષિ કાયદામાં કરવામાં આવી છે.

રાજનાથ સિંહે કહ્યુ, એમએસપી સમાપ્ત કરવાનો ઇરાદો સરકારનો ક્યારેય નથી અને રહેશે પણ નહીં. બજાર વ્યવસ્થા યથાવત રહેશે. તેમણે કહ્યું, ઐતિહાસિક કૃષિ સુધારથી તે લોકોના પગ નીચે જમીન નિકળી ગઈ છે જે લોકો કિસાનોના નામ પર પોતાનો સ્વાર્થ સાધે છે. તેના ધંધા બંધ થઈ જશે તેથી દેશના કેટલાક ભાગને ગેરમાર્દે દોરવામાં આવી રહ્યો છે કે એમએસપી સમાપ્ત કરી દેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news