LIVE: રાજસ્થાન CM માટે પસંદગી કરવા રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક

નવી દિલ્હી : રાજસ્થાન ચૂંટણી પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. 

LIVE: રાજસ્થાન CM માટે પસંદગી કરવા રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક

નવી દિલ્હી : રાજસ્થાન ચૂંટણી પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીની પસંદગીને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. કેસી વેણુગોપાલ અને પ્રિયંકા વાડ્રા પણ બેઠકમાં હાજર હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાત સુધીમાં રાજસ્થાનના મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. આ સાથે જ પાયલોટ અને ગેહલોતના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. અશોક ગેહલોત જયપુર પરત ફર્યા છે.

રાજસ્થાન ચૂંટણી પરિણામો આવી ચુક્યા બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રી મુદ્દે રસાકસી ચાલુ થઇ ચુકી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજ્યનાં વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીનાં નામની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસનાં પર્યવેક્ષક કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીને મળવા માટે તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. સુત્રો અનુસાર રાજસ્થાનમાં અશોક ગહલોત મુખ્યમંત્રી અને પાયલોટને નાયબનું પદ સોંપવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે સીપી જોશીને પણ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવી શકે છે. પહેલા કહેવાઇ રહ્યુ હતું કે આ બેઠકમાં મુખ્યમંત્રી પદનાં બંન્ને દાવેદાર સચિન પાયલોટ અને અશોક ગહલોત ભાગ નહી લે. જો કે રાહુલ ગાંધીએ બોલાવતા બંન્ને નેતાઓ રાહુલને મળવા માટે પહોંચી ચુક્યા છે. 


રાહુલ ગાંધીને મળવા પહોંચેલ સચિન પાયલોટ

બીજી તરફ રાહુલ ગાંધી સાથે મુલાકાત પહેલા ગહલોતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી છે. ગહલોતે દિલ્હી પહોંચીને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ અંગે તમામ નિષ્ણાંતો (સુપરવાઇઝર) દ્વારા શાંતિપુર્ણ તમામ લોકોનાં મંતવ્યો લીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે નિર્ણય લેવાનો છે. પર્યવેક્ષક દિલ્હી પહોંચી ચુક્યા છે. બેઠકમાં તે અંગે ચર્ચા થશે અને નિર્ણય લેવામાં આવશે. 

LIVE : राहुल गांधी से मिलने पहुंचे पर्यवेक्षक वेणुगोपाल, राजस्'€à¤¥à¤¾à¤¨ के CM पर होना है फैसला

દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે આજે થનારી બેઠકમાં કોંગ્રેસનાં સુપરવાઇઝર કેસીવેણુગોપાલ, પ્રદેશ પ્રભારી અવિનાશ પાન્ડેય, સહપ્રભારી કાજી નિજામુદ્દીન, દિનેશ યાદવ, તરુણ કુમાર અને વિવેક બંસલ હાજર રહેશે. જેમાં સુપરવાઇઝર કેસી વેણુગોપાલ કોંગ્રેસ હાઇકમાન્ડને પોતાનો અહેવાલ સોંપશે. માનવામાં આવી રહ્યું છે કે તેનાં આધારે જ મુખ્યમંત્રી પદનું નામ નિશ્ચિત થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે મુખ્યમંત્રીનુંનામ નક્કી કરવા માટે જયપુરમાં કોંગ્રેસનાં ધારાસભ્યોનાં દળની બેઠખ થઇ હતી. જેમાં અશોક ગહલોત અને પાયલોટ સહિત અનેક નેતાઓ હાજર હતા. આ બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં નક્કી થયું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રીનો નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ કરે. ધારાસભ્યોનો આ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news