સદીની સૌથી ભયાનક પૂર આફતનો સામનો કરી રહેલા કેરળ માટે આવ્યાં રાહતભર્યા સમાચાર

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે શનિવારે રાજ્યમાં 33 લોકોના મોત થયા . વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળમાં મૃતકોની સંખ્યા 357 થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરના કારણે રાજ્યને 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

સદીની સૌથી ભયાનક પૂર આફતનો સામનો કરી રહેલા કેરળ માટે આવ્યાં રાહતભર્યા સમાચાર

નવી દિલ્હી: સદીના સૌથી વિનાશકારી પૂરની થપાટ ઝેલી રહેલા કરળ માટે હવે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે. ભારતીય હવામાન ખાતાએ શનિવારે જાણકારી આપી છે કે કેરળમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદમાં ઘટાડો થશે. કેરળ ભારે વર્ષાના કારણે પૂર પ્રભાવિત છે. હવામાન ખાતાના એડિશનર ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે કેરળમાં 20 ઓગસ્ટથી ભારે વરસાદ પડવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે આ દક્ષિણી રાજ્યમાં એક ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીમાં સામાન્યથી 170 ટકા વરસાદ નોંધાયો છે. 

તેમણે કહ્યું કે હાલમાં જ કેરળના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. શુક્રવારે 3થી 4 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો. શનિવારે અમને એમ હતું કે કેટલાક સ્થાનો પર ભારે વરસાદ પડશે પરંતુ પડ્યો નહીં. અમને રવિવારે એકાદ બે જિલ્લામાં ભારે વરસાદ પડે તેવું લાગે છે અને રાજ્યના બાકીના સ્થાનો પર મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે. 20 ઓગસ્ટથી ભારે વરસાદ પડે તેવું લાગતું નથી. ધીરે ધીરે વર્ષામાં ઘટાડો થશે. 

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. પરંતુ તેનાથી કેરળ પ્રભાવિત થશે નહીં. આ બાજુ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે શનિવારે રાજ્યમાં 33 લોકોના મોત થયા . વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળમાં મૃતકોની સંખ્યા 357 થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરના કારણે રાજ્યને 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

આ દરમિયાન ભારે વરસાદના અનુમાનના કારણે અધિકારીઓની ચિંતા વધી છે. રાજ્યના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી છે. ભારતીય હવામાન ખાતા દ્વારા શનિવારે બપોરે અનુમાન જારી થયું હતું જે મુજબ રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે. તિરુવનંતપુરમ, કોલ્લમ અને કાસરગોડને છોડીને કેરળના 11 જિલ્લા રેડ એલર્ટ પર છે. કેરળ 100 વર્ષોમાં સૌથી ભીષણ પૂરની આફતનો સામનો કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news