દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યાં, ગરમીથી મળી રાહત

દિલ્હી સિવાય ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારમાં પણ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે પણ દિલ્હીના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. 

દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યાં, ગરમીથી મળી રાહત

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં ભારે ગરમી વચ્ચે વરસાદ પડ્યો છે. દિલ્હીના કેટલાક વિસ્તારમાં બપોરે કરા પડ્યા તો કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. દિલ્હી સિવાય નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે. તો હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તાર (કાંઝાવાલા, પશ્ચિમ વિહાર, દ્વારકા, પાલમ, સફદરગંજ, વસંત કુંજ) ની સાથે એનસીઆરના )લોની હેદાત, બહાદુરગઢ, ઝિયાબાદ અને છપરૌલા) ની આસપાસ 30-40 કિમી કલાકની ગતિની સાથે હળવા તથા મધ્યમ વરસાદની સાથે ભારે પવનની આગાહી કરી છે. 

આ વિસ્તારમાં થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગના ટ્વીટ પ્રમાણે, ગુરૂગ્રામ, માનેસર, કરનાલ, રાજૌંદ, ઝીંદ, પાનીપત, નરવાના, ગન્નૌર, ગોહાના, સોનીપત, મહમ, ભિવાની, રોહતક, મટ્ટનહેલ, ઇઝ્ઝર, રેવાડી, બાવલ, કોસલી જેવા વિસ્તારમાં બે કલાકમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 

(Visuals from North Avenue) pic.twitter.com/zNn1ilBLif

— ANI (@ANI) May 4, 2022

ઘણા વિસ્તારમાં કરા પડ્યા
દિલ્હીના રોહિણી, પીતમપુરા અને પશ્ચિમ વિહારના નિવાસીઓએ બપોરે ઓલાવૃષ્ટિ અને ઝડપી હવા સાથે વરસાદ થવાની માહિતી આપી હતી. આ પહેલાં ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં પવન અને વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું હતું. બાદમાં આ ચેતવણીને ઓરેન્જ શ્રેણીની કરી દેવામાં આવી હતી. 

ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ
તો હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં પણ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે. ચંદીગઢની પાસે પંજાબના મોહાલી અને હરિયાણાના પંચકૂલામાં પણ વરસાદ થયો છે. ચંદીગઢ સહિત હરિયાણાના અનેક સ્ખળો પર છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news