પાકિસ્તાનથી ભારતની ટ્રેનની ટિકિટ માત્ર 4 રૂપિયા , જુઓ ટિકિટ...
આ સમયે 9 મુસાફરોની ટિકિટ માત્ર 36 રૂપિયા જેટલી જ હતી. એટલે કે એક મુસાફરની ટિકિટ 4 રૂપિયા, રાવલપિંડીથી અમૃતસર વચ્ચેનું અંતર અંદાજિત 275 કિમીની આસપાસ છે. તે સંદર્ભે એક મુસાફરની ટિકિટનું ભાડું 4 રૂપિયા જ હતું. લોકો આ ટિકિટની તુલના આજની ટિકિટની તુલના સાથે કરી રહ્યા છે.
Trending Photos
India-Pakistan 1947 Railway Ticket: ભારત અને પાકિસ્તાન બન્ને દેશ વચ્ચે મુસાફરી માટે પરિવહન માટે ટ્રેન મહત્વનું સાધન ગણવામાં આવતું હતું. એમાં પણ મિડલ ક્લાસ લોકોનો નાતો ટ્રેન સાથે સારો જોવા મળે છે ત્યારે હાલમાં જ આઝાદીના શરૂઆતી દિવસોની એક રેલવે ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ટિકિટ પાકિસ્તાનના રાવલપિંડીથી પંજાબના અમૃતસર સુધીની છે. જે જૂની ટિકિટની કિંમત જોઇને સૌ કોઇ હેરાન છે.
આ સમયે 9 મુસાફરોની ટિકિટ માત્ર 36 રૂપિયા જેટલી જ હતી. એટલે કે એક મુસાફરની ટિકિટ 4 રૂપિયા, રાવલપિંડીથી અમૃતસર વચ્ચેનું અંતર અંદાજિત 275 કિમીની આસપાસ છે. તે સંદર્ભે એક મુસાફરની ટિકિટનું ભાડું 4 રૂપિયા જ હતું. લોકો આ ટિકિટની તુલના આજની ટિકિટની તુલના સાથે કરી રહ્યા છે.
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
ટ્રેનની ટિકિટ 17 સપ્ટેમ્બર 1947ના રોજ લેવામાં આવી હતી. ટિકિટમાં લખેલું જોવા મળે છે કે, આ ટિકિટ એસી-3 કોચ માટે છે. પહેલાંના સમયમાં પાકિસ્તાનથી ભારતની ટિકિટ ખરીદવી સહેલી હતી પરંતુ હવે નિયમોમાં ફેરફાર થતા ટિકિટ મેળવવા માટે ચોક્કસ પ્રોસેસ ફરજિયાત છે. ટિકિટ વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, તે સમયે આ ટિકિટનું ભાડું ખૂબ વધારે કહેવાય. આ વાયરલ ટિકિટ પાકિસ્તાન રેલ લવર્સે ફેસબુક પર પોસ્ટ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે