AAP સાથે ગઠબંધન અંગે રાહુલનું મોટું નિવેદન, 'અમે તો તૈયાર છીએ'

લોકસભા ચૂંટણી 2019 માટે આપ સાથે ગઠબંધન અંગે અત્યાર સુધી દિલ્હી કોંગ્રેસના નેતાઓમાં વિવિધ અભિપ્રાય જોવા મળ્યો છે 
 

AAP સાથે ગઠબંધન અંગે રાહુલનું મોટું નિવેદન, 'અમે તો તૈયાર છીએ'

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન અંગેના સવાલને ટાળી દેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગલવારે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગઠબંધન અંગે તેમની પાર્ટી હંમેશાં તૈયાર છે. 

રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપ પાર્ટી સાથે ગઠબંધનના સવાલનો સીધો જવાબ આપ્યો નહીં અને કહ્યું કે, 'આ બાબતે કોઈ અસમંજસ નથી. સ્થિતિ અત્યંત સ્પષ્ટ છે. દેશભરમાં ગઠબંધન કર્યા છે. અમારા દરવાજા ગઠબંધન માટે ખુલ્લા છે. આ મુદ્દે અમારું વલણ હંમેશાં નરમ રહ્યું છે.'

રાહુલની શીલા દીક્ષિત અને પી.સી. ચાકો સાથે મુલાકાત
આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સવારે દિલ્હી એકમના અધ્યક્ષા શીલા દીક્ષિત અને રાજ્યના પાર્ટી પ્રભારી પી.સી. ચાકો સાથે એક બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આપ સાથે ગઠબંધન અંગે અત્યાર સુધી દિલ્હી કોંગ્રેસના નેતાઓના જુદા-જુદા અભિપ્રાય આવ્યા છે. 

આ અગાઉ, સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કોંગેર્સ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો છે. 

દિલ્હીની તમામ 7 સીટ માટે 12 મેના રોજ મતદાન યોજાવાનું છે અને 23 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news