Rahul Gandhi ના ખાસ ગણાતા આ 2 નેતા કોંગ્રેસની મહત્વની બેઠકમાં સામેલ નહીં, અટકળોનું બજાર ગરમ

કોંગ્રેસ (Congress) ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ના ઘરે શનિવારે થયેલી ઈમરજન્સી બેઠકમાં પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નીકટના સહયોગી કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સામેલ થયા નહીં. જેને લઈને રાજકારણ ગરમાયું છે. લોકો તેના અલગ અલગ અર્થ તારવી રહ્યા છે. 

Rahul Gandhi ના ખાસ ગણાતા આ 2 નેતા કોંગ્રેસની મહત્વની બેઠકમાં સામેલ નહીં, અટકળોનું બજાર ગરમ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ના ઘરે શનિવારે થયેલી ઈમરજન્સી બેઠકમાં પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નીકટના સહયોગી કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સામેલ થયા નહીં. જેને લઈને રાજકારણ ગરમાયું છે. લોકો તેના અલગ અલગ અર્થ તારવી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ પાર્ટીના 23 નેતાઓએ આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટી નેતૃત્વમાં સુધારની માગણી કરી હતી. ત્યારબાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કે સી વેણુગોપાલ માતાના નિધન બાદ કેટલીક ધાર્મિક વિધિ પૂરી કરવા માટે પૈતૃક ઘરે ગયા છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે શું રાહુલ ગાંધીએ કે સી વેણુગોપાલને જાણી જોઈને બેઠકથી દૂર રાખ્યા. વેણુગોપાલનું કોંગ્રેસ પાર્ટીમાં પદ વધારવામાં આવતા અસંતુષ્ટિ અને અસહમતિ વધી છે. 

બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધીના નીકટના સહયોગી કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાની ગેરહાજરી એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી વરિષ્ઠ નેતાઓની સાથે કામ કરવા માંગે છે, આથી પંચમઢીની તર્જ પર વિચાર મંથનનું સૂચન આવામાં આવી રહ્યું છે. 

જો કે કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બનશે અને નેતૃત્વમાં કયા કયા નેતાઓને સામેલ કરવામાં આવશે તેના પર અંતિમ વિચાર કરતા પહેલા સોનિયા ગાંધી મોટાભાગના નેતાઓને મળશે. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન બંસલે કહ્યું કે 'રાહુલ ગાંધીની સાથે કોઈને કોઈ સમસ્યા નથી અને તે ફક્ત આજ માટે નથી. દરેક જણનું માનવું છે કે આપણને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે.પાર્ટીના એજન્ડાથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે તેવા લોકોની જાળમાં આપણે ફસાવવું જોઈએ નહીં.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news