'ક્યારેક ભારતને પાકિસ્તાન કહે છે, ક્યારેક ભારતને યુક્રેન... પણ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન સમજવા તૈયાર નથી'

Mukhtar Abbas Naqvi On Rahul Gandhi: મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે, દરેક હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ખુશી માટે દુઆ કરે છે પરંતુ આ સામંતવાદી લોકો છે તેઓ વિદેશમાં બેસીને હિન્દુસ્તાનની દુર્દશા વિશે વાતો કરે છે પરંતુ અફસોસ તેમને નિરાશા જ ભાગ્યમાં આવે છે.

'ક્યારેક ભારતને પાકિસ્તાન કહે છે, ક્યારેક ભારતને યુક્રેન... પણ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન સમજવા તૈયાર નથી'

Mukhtar Abbas Naqvi On Rahul Gandhi: કોંગ્રેસ હાલ એક પછી એક નિવેદનો પર ઘેરાઈ રહી છે. રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદન બાદ હવે ભાજપ નેતાઓએ હુમલો કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેમ્બ્રિઝ યુનિવર્સિટીના પ્રોગ્રામમાં યુક્રેનની તુલના ભારતના લદ્દાખ અને ડોકલામ સાથે કરી. રાહુલે કહ્યું બન્ને જગ્યાએ ચીનની સેના ભારતની સરહદની અંદર આવીને બેઠી છે. ચીન જો ત્યાં નિર્માણ કરી રહ્યું છે તો કોઈ તૈયારી માટે કરી રહ્યું છે પરંતુ સરકાર આ મુદ્દા પર વાત કરતી નથી. જ્યારે રાહુલ ગાંધીના આ નિવેદન પર કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, ગુનાહિત કાવતરા હેઠળ જ આવું નિવેદન આપવામાં આવી શકાય છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે, દરેક હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ખુશી માટે દુઆ કરે છે પરંતુ આ સામંતવાદી લોકો છે તેઓ વિદેશમાં બેસીને હિન્દુસ્તાનની દુર્દશા વિશે વાતો કરે છે પરંતુ અફસોસ તેમને નિરાશા જ ભાગ્યમાં આવે છે. તેમણે જણાવ્યું છે કે, સમસ્યા એ છે કે સામંતશાહી સુરખારમાં ચકનાચૂર લોકો છે તેમણે આજે સમજમાં આવતું નથી કે જમીન વિનાની જમીનદારી ખતમ થઈ ગઈ છે, સામૂહિક આધાર વિનાની જાગીરદારીનો યુગ પૂરો થઈ ગયો છે.

મુખ્તારે કડક શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું છે કે જે રીતે પાર્ટીમાં પલાયન ચાલી રહ્યું છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી ક્ષીણ થઈ ગઈ છે, તેમ છતાં પણ તેમની મૂર્ખતા હજુ આકાશમાં છે.

કોંગ્રેસ પાર્ટી વેન્ટિલેટર પર પરંતુ તેમનું મગજ એક્સીલેટર પર; મુખ્તાર
મુખ્તારે વધુમાં જણાવ્યું હતું કે, ડોકલામ અને લદ્દાખ પર આ પ્રકારનું નિવેદન કોઈ પણ વ્યક્તિ ગુનાહિત ષડયંત્રના માઈન્ડસેટ હેઠળ જ આપી શકે છે. તમે લેહ અને કારગિલના લોકો અને તેમના ઝૂનૂન અને દેશભક્તિ પર સવાલ ઉભા કરી રહ્યા છે. તેમના વિશે તમે વિદેશોમાં બેસીને ભ્રમ પૈદા કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

તેમને બસ એટલું જ કહીશું... 'Get Well Soon'
મુખ્તારે કહ્યું, 'તેમની સમસ્યા શું થઈ ગઈ છે કે ક્યારેક તેઓ ભારતને પાકિસ્તાન કહેવા લાગે છે, તો ક્યારેક તેઓ ભારતને યુક્રેન કહેવા લાગે છે. ભારત હિન્દુસ્તાનને સમજવા તૈયાર નથી. અમે તેમને ફક્ત 'ગેટ વેલ સૂન' કહીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news