Gajkesari Rajyog 2025: 9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન

Gajkesari Rajyog 2025: જો તમારી રાશિ કુંભ, ધન કે વૃષભ છે અને તમને કાર્યમાં જોઈએ એવી સફળતા નથી મળી રહી તો બસ 9 જાન્યુઆરી સુધી રાહ જોઈ લો. કારણ કે 9 જાન્યુઆરી 2025 થી તમારું ભાગ્ય પલટી મારવાનું છે. 

Gajkesari Rajyog 2025: 9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન

Gajkesari Rajyog 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર સૌથી ઝડપથી રાશી બદલે છે. ચંદ્ર દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે. તેથી જ કોઈને કોઈ ગ્રહ સાથે તેની વિશેષ યુતી સર્જાતી જ રહે છે. પરંતુ કેટલાક ગ્રહો સાથે ચંદ્રની યુતી અઢી દિવસ માટે બને તો પણ તે વ્યક્તિનું ભાગ્ય બદલી નાખે છે.. ચંદ્ર સાથે કેટલાક ગ્રહની યુતી એટલી પાવરફુલ હોય છે કે તે વ્યક્તિના જીવનમાં ખુશીઓનો ભંડાર લગાવી દે છે. આવો જ સમય 9 જાન્યુઆરીથી 3 રાશિના લોકો માટે શરૂ થશે. 9 જાન્યુઆરી 2025 ના રોજ વર્ષનો પહેલો સૌથી શક્તિશાળી ગજકેસરી  રાજયોગ બનશે. 

વૈદિક જ્યોતિષ અનુસાર 9 જાન્યુઆરીએ રાત્રે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિમાં પહેલાથી જ દેવગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. જેના કારણે વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતી બનશે. આ યુતી ગજકેસરી રાજયોગનું નિર્માણ કરશે. આમ તો આ યોગ બધી જ રાશિઓને અસર કરશે અને અલગ અલગ રીતે લાભ પણ કરશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેઓ આ સમય દરમિયાન સૌથી વધુ ધન લાભ પ્રાપ્ત કરશે. 

ગજકેસરી રાજયોગથી 3 રાશિઓને થશે લાભ 

કુંભ રાશિ 

કુંભ રાશીના લોકો માટે ગજકેસરી રાજયોગ લાભદાયક સાબિત થશે. મહેનતનું ફળ મળશે. કાર્યસ્થળ પર સન્માન વધશે. નવી જવાબદારી મળી શકે છે. અટકેલા કાર્ય પુરા થવા લાગશે. લક્ષ્મીજીની કૃપાથી આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસનો વિસ્તાર થશે. 

ધન રાશિ 

ધન રાશિના લોકોના કરિયરમાં 9 જાન્યુઆરીથી ઉછાળો આવશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. કરજ હશે તો ઉતરી જશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. કારકિર્દી પર ફોકસ કરી શકો છો. 

વૃષભ રાશિ 

વૃષભ રાશિના લોકોના લગ્ન ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેના કારણે આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના વધી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ કામને લઈને પ્રશંસા કરશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધેલો રહેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news