રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ

CWC Meeting: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક શનિવારે મળી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવા માટે પ્રસ્તાવ પાસ થયો છે.
 

રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં 99 બેઠક જીતીને રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસ 10 વર્ષ બાદ વધુ મજબૂત બની... ત્યારે શનિવારે પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી જેમાં કોંગ્રેસ સાંસદોની માગણી પ્રમાણે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામ પર મહોર લગાવવામાં આવી.... જોકે રાહુલ ગાંધીએ આ અંગે વિચારવા માટે થોડાક સમયની માગણી કરી... તયારે વિપક્ષના નેતાનું પદ શું હોય છે?... વિપક્ષના નેતાની શું ભૂમિકા હોય છે?.. જોઈશું આ અહેવાલમાં...

શું રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે?....
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે કોંગ્રેસ વર્કિગ કમિટીએ સાંસદ રાહુલ ગાંધીના નામ પર મહોર મારી દીધી છે... પરંતુ રાહુલ ગાંધીએ આ પદ અંગે વિચારવા માટે થોડોક સમય માગ્યો છે... 

હવે તમારા મનમાં એમ થતું હશે કે વિપક્ષના નેતાનો સવાલ કેમ અહીયા ઉઠ્યો... તો લોકસભામાં છેલ્લાં 10 વર્ષથી વિપક્ષના નેતાનું પદ ખાલી હતું.. કેમ કે 2014માં કોંગ્રેસને 44 બેઠક મળી હતી... અને 2019માં 52 બેઠક મળી હતી.... ભાજપ પછી કોંગ્રેસને વધુ બેઠક મળવા છતાં પણ કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળ્યું નહોતું... જોકે આ વખતે કોંગ્રેસે એકલા દમ પર 99 બેઠકો મેળવી છે.... જેના કારણે કોંગ્રેસમાં વિપક્ષના નેતાના પદ માટે સાંસદો રાહુલ ગાંધીના નામની માગણી કરી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદોની માગણીને માનીને વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા પર રાહુલ ગાંધીના નામ પર મહોર મારવામાં આવી. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામ પર મહોર મારતાં કોંગ્રેસના ચૂંટાયેલા સાંસદો અને નેતાઓએ ખુશી વ્યક્ત કરી.

ત્યારે તમારા મનમાં એમ થતું હશે કે વિપક્ષના નેતાની શું ભૂમિકા હોય છે?... તો તે પણ સમજી લો....
અનેક મહત્વના પદ પર વિપક્ષના નેતાની ભૂમિકા મહત્વની હોય છે...
CBI ડાયરેક્ટર, CVC, લોકપાલ અને CECની નિયુક્તિની કમિટીમાં વિપક્ષના નેતા હોય છે... 
વિપક્ષના નેતા હાઉસ બિઝનેસ એડવાઈઝરી કમિટીના ભાગ હોય છે...
કેટલાંક મુખ્ય પદાધિકારીઓની પસંદગીની પેનલ તરીકે કામ કરે છે...
પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષની સાથે નિયમિત વાતચીત થાય છે...
અનેક મહત્વના નિર્ણય પર વિપક્ષના નેતા સૂચન આપી શકે છે....

હાલ તો રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા બનવા સમય માગ્યો છે... પરંતુ જે રીતે બહાર લોકોનો અવાજ છેલ્લાં 10 વર્ષથી ઉઠાવી રહ્યા છે.... જો તે વિપક્ષના નેતા બનશે તો મજબૂતાઈથી પોતાની વાત રજૂ કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news