શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ

Stocks to BUY: નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજીવાર પ્રધાનમંત્રી પદે શપથ લેવાના છે. તેના આગામી દિવસે બજારને તેનાથી મજબૂત સંકેત મળશે. 3 દિવસથી ચાલી રહેલી તેજી વચ્ચે એક્સપર્ટે શોર્ટ ટર્મ માટે બે શેરને પસંદ કર્યાં છે.

શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ

Stocks to BUY: આગામી સપ્તાહે શેર બજારમાં જોરદાર એક્શનની આશા છે. વીકેન્ડમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈ રહ્યાં છે. તેમની સાથે કેટલા અન્ય મંત્રી શપથ લેશે, NDA ના ઘટક દળોને કેટલા મંત્રાલય મળે છે અને અલગ-અલગ મંત્રાલયની કમાન કોણ-કોણ સંભાળી રહ્યાં છે, આ સવાલોના જેટલા વધુ જવાબ હશે, બજારનું સેન્ટિમેન્ટ એટલું મજબૂત રહેશે. છેલ્લા ત્રણ કારોબારી સત્ર દરમિયાન બજારમાં જોરદાર તેજી આવી છે. આ તેજી વચ્ચે સેઠી ફિનમાર્ટના વિકાસ સેઠીએ 2 સ્ટોક્સને શોર્ટ ટર્મ માટે પસંદ કર્યાં છે. આવો તેની વિગત જાણીએ.

Orient Cement Share Price Target
એક્સપર્ટની પ્રથમ પસંદ સીમેન્ટ સેક્ટરની કંપની Orient Cement છે. બિરલા ગ્રુપનો આ સ્ટોક્સ 224 રૂપિયા પર બંધ થયો છે. આ સપ્તાહે સ્ટોકે 226 રૂપિયાનો હાઈ તો 182 રૂપિયાનો લો બનાવ્યો. 210 રૂપિયાના સ્ટોપલોસની સાથે 235 રૂપિયાનો ટાર્ગેટ છે. ફન્ડામેન્ટલ મજબૂત છે અને વેલ્યુએશન એટ્રેક્ટિવ છે. આ સપ્તાહે 8.25 અને બે સપ્તાહમાં 5 ટકાનું રિટર્ન આપ્યું છે.

Ideaforge Technology Share Price Target
એક્સપર્ટની બીજી પસંદ એયરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેક્ટરની કંપની Ideaforge Technology છે. આ શેર 688 રૂપિયા પર છે. આ સપ્તાહે તેણે 706 રૂપિયાનો હાઈ અને 618 રૂપિયાનો લો બનાવ્યો છે. 720 રૂપિયાનો શોર્ટ ટર્મ ટાર્ગેટ છે અને 660 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. આ કંપની મુખ્ય રૂપથી ડ્રોન અને અનમેન્ડ એરક્રાફ્ટ બનાવે છે. Q4 નું પરિણામ શાનદાર રહ્યું છે. ઓર્ડર બુક અને માર્જિન્સ હેલ્ધી છે. સેગમેન્ટનો ગ્રોથ આઉટલુક સારો છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ/એક્સપર્ટ દ્વારા આપવામાં  આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news